પ્રેમિકા સાથે વફાદારીના ચક્કરમાં પ્રાઇવેટ પાર્ટ પર લગાવી દીધું તાળું, પછી થઇ ખૌફનાક વસ્તુ
થાઈલેન્ડમાં રહેતો આ વ્યક્તિ પોતાની પ્રેમિકાને ગાઢ પ્રેમ કરતો હતો. સમયાંતરે તે માણસ તેના પ્રેમને સાબિત કરવાનો પ્રયાસ કરતો હતો. જોકે, આ વખતે તેણે જે કર્યું તે ખૂબ જ ડરામણું હતું.
Ajab Gajab News: એક વ્યક્તિને પોતાની વફાદારી સાબિત કરવી મોંઘી પડી અને તે આ ચક્કરમાં હોસ્પિટલમાં પહોંચી ગયો. જોકે તે વ્યક્તિએ તેના પ્રેમની સામે પોતાની વફાદારી સાબિત કરવાના ચક્કરમાં ખૂબ જ વિચિત્ર કર્યું. આ ઘટના વિશે જાણીને તમારા મોંમાંથી નીકળી જશે, 'આ પ્રેમ છે કે પાગલપન'.
થાઈલેન્ડમાં રહેતો આ વ્યક્તિ પોતાની પ્રેમિકાને ગાઢ પ્રેમ કરતો હતો. સમયાંતરે તે માણસ તેના પ્રેમને સાબિત કરવાનો પ્રયાસ કરતો હતો. જોકે, આ વખતે તેણે જે કર્યું તે ખૂબ જ ડરામણું હતું. ખરેખર, કંઈક એવું બન્યું કે તેની ગર્લફ્રેન્ડને તેનાથી દૂર જવું પડ્યું. ત્યારબાદ તેણે તેની ગર્લફ્રેન્ડ પ્રત્યેની વફાદારી જાળવવા માટે તેના પ્રાઇવેટ પાર્ટને તાળું મારી દીધું.
જીવનું જોખમ બની આ વ્યક્તિની કરતૂત
આમ કરવું તે વ્યક્તિ માટે જીવનું જોખમ બની ગયું. જોકે તે માણસ નહોતો ઈચ્છતો કે જ્યારે તેની ગર્લફ્રેન્ડ જતી રહે ત્યારે તેનું ધ્યાન કોઈ અન્ય તરફ જાય. આ માણસના મનમાં એવો ડર પણ હતો કે જ્યારે તે દૂર જશે ત્યારે તેની પ્રેમિકા તેના પર શંકા કરશે. આ પછી તેણે પોતાના પ્રાઈવેટ પાર્ટ પર લોક લગાવી દીધું. બે દિવસ પછી તે વ્યક્તિની માતાને તેના રૂમમાંથી બૂમોનો અવાજ સંભળાયો.
Flipkart સેલની ધમાકેદાર Deals! 1 કિલો ટામેટાં કરતાં પણ ઓછા ભાવે મળી રહ્યા છે આ 5 Smartphones
રૂમમાંથી ચીસોનો અવાજ સાંભળ્યો માતાએ
વ્યક્તિની માતાએ જણાવ્યું કે તેના પુત્રના રૂમમાંથી ચીસોનો અવાજ આવી રહ્યો હતો. ત્યારબાદ જ્યારે તે રૂમમાં ગઈ તો તેણે જોયું કે તેનો પુત્ર પીડાથી ચીસો પાડી રહ્યો હતો. ત્યારબાદ તે તરત જ તેના પુત્ર સાથે હોસ્પિટલ પહોંચી. હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટમાં ગંદી રીતે સોજો આવી ગયો છે. ડોક્ટરોએ જણાવ્યું કે પ્રાઈવેટ પાર્ટમાં 48 કલાક સુધી લોક હોવાના કારણે તેના ગુપ્તાંગમાં સોજો આવી ગયો હતો.
ફ્લર્ટ કરવામાં અવલ્લ હોય છે આ રાશિના છોકરા, મીઠી વાતોથી જીતી લે છે દિલ
ત્યારબાદ ડૉક્ટરોએ ચાવી મંગાવીને તાળું ખોલ્યું અને વ્યક્તિને અંડર ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો. યુવકની માતાએ જણાવ્યું કે બે દિવસ પહેલા તેના પુત્રની ગર્લફ્રેન્ડ ઘરે આવી હતી. તે તેના અભ્યાસ માટે બીજે ક્યાંક જઈ રહી હતી. તેનો દીકરો તેને લઈને ખૂબ જ પરેશાન દેખાઈ રહ્યો હતો. ત્યારબાદ તેણે તેની ગર્લફ્રેન્ડની સામે પ્રાઈવેટ પાર્ટને લોક કરી દીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube