Elon Musk On Twitter Board: ટ્વિટરમાં ભાગીદારી ખરીદ્યા બાદ એલન મસ્ક કંપનીના બોર્ડમાં થયા સામેલ
Elon Musk On Twitter Board: એલન મસ્કને ટ્વિટરના બોર્ડમાં સામેલ કરી લેવામાં આવ્યા છે. ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલે તેની જાણકારી આપી છે.
નવી દિલ્હીઃ ટેસ્લાના સીઈઓ એલન મસ્કને ટ્વિટરના બોર્ડમાં સામેલ કરી લેવામાં આવ્યા છે. ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલે તેની જાણકારી આપી છે. 4 એપ્રિલે સમાચાર આવ્યા હતા કે એલન મસ્કે ટ્વિટરમાં 9.2 ટકાની ભાગીદારી ખરીદી છે અને તે કંપનીના સૌથી મોટા શેરધારક બની ગયા છે, તેના આગામી દિવસે તેમને બોર્ડમાં સામેલ કરી લેવામાં આવ્યા છે.
ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલે એક ટ્વીટમાં કહ્યુ, 'હું તે જણાવવા માટે ઉત્સાહિત છું કે અમે અમારા બોર્ડમાં એલન મસ્કની નિમણૂક કરવા જઈ રહ્યાં છીએ. હાલના સપ્તાહમાં એલન સાથે વાતચીતના માધ્યમથી, તે અમારા માટે સ્પષ્ટ થઈ ગયું કે મસ્ક અમારા બોર્ડ માટે ખુબ વેલ્યૂ લઈને આવશે.' તે એક ભાવુક આસ્તિક અને સેવાના મોટા આલોચક બંને છે, જે ટ્વિટર અને તેના બોર્ડરૂમમાં ખરેખર તે જોઈતું હતું. તમારૂ સ્વાગત છે એલન!
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube