Kim Jong Un said about Corona Virus: પોતાના વિચિત્ર નિર્ણયોને લઇને ચર્ચામાં રહેનાર કિમ જોંગ ઉન (Kim Jong Un) એ વધુ એક નવી વાત કહી છે. ઉત્તર કોરિયાના તાનાશાહનું નવું નિવેદન ફરી એકવાર ચર્ચામાં છે. તેમણે શુક્રવારે વધતા જતા કેસો પાછળ એવું લોજિક કર્યું કે લોકો કન્ફ્યૂઝ થઇ ગયા કે હસે કે ટીકા કરે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી રીતે આવ્યો દેશમાં કોરોના?
ઉત્તર કોરિયાઇ તાનાશાહ કિમ જોંગ ઉને દાવો કર્યો કે દેશમાં પહેલો કોવિડ કેસ એલિયનના લીધે ફેલાયો. ઉત્તર કોરિયાએ પોતાના દાવામાં કહ્યું કે દક્ષિણ કોરિયાની સીમા પાસે એલિયન્સે ફૂગ્ગામાં વાયરસ ભરીને ફેંક્યા હતા. જેથી તેમના દેશમાં કોરોના વાયરસ ફેલાયો. 


'બોર્ડર પાસે લોકોને જાગૃત રહેવાની જરૂર'
સમાચાર એજન્સી રોયટર્સે રાજ્ય મીડિયા KCNA ના હવાલેથી જણાવ્યું કે સરકારે ત્યારે પોતાના લોકોને બોર્ડર પાસેના વિસ્તારોમાં હવા અને અન્ય જળવાયુ ઘટનાઓ અને ફૂગ્ગાથી આવનાર વિદેશી વસ્તુઓથી સતર્ક રહેવાનો આદેશ આપ્યો હતો. 

Society Insurance: 56 રૂપિયામાં 210 કરોડનો વીમો, આ સોસાયટીના રહીશોએ ભર્યું આ પગલું


આ રીતે રિપોર્ટ કરવામાં આવ્યો પહેલો કોરોના કેસ
તેમના અનુસાર એક 18 વર્ષીય સૈનિક અને 5 વર્ષીય કિંડરગાર્ટનર જેમણે એપ્રિલની શરૂઆતમાં કુમગાંગના પૂર્વી કાઉન્ટીમાં બેરકો અને આવાસીય ક્વાટરોની આસપાસ અજાણી સામગ્રીઓને સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ બંનેમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા પછી કોરોનાના પહેલાં કેસની પુષ્ટિ થઇ. ત્યારબાદ જોતજોતા આખો દેશ કોવિડની ચપેતમાં આવી ગયો. 


એલિયન્સે ફેલાવ્યો કોવિડ
અત્રે ઉલ્લેખનીય છે કે બીબીસીના અનુસાર કિમ જોંગનું કહેવું છે કે ફૂગ્ગામાં વાયરસ ભરીને એલિયન્સે દક્ષિણ કોરિયાની બોર્ડર પાસે દેશમાં કોરોના વાયરસ ફેલાવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube