Society Insurance: 56 રૂપિયામાં 210 કરોડનો વીમો, આ સોસાયટીના રહીશોએ ભર્યું આ પગલું
815 ફ્લેટનું વાર્ષિક પ્રીમિયમ લગભગ 5 લાખ 46 હજાર રૂપિયા છે. વીમામાં રમખાણો, આગ, ભૂકંપ, હડતાળ, આતંકવાદી ગતિવિધિઓમાં નુકસાન, વાવાઝોડા જેવી ઘટનાઓ કવર છે.
Trending Photos
Greater Noida Society Insurance: ગ્રેટર નોઇડાની ગૌર સિટી ગેલેક્સી નોર્થ એવન્યૂમાં AOA (Apartment of owners association) એ ચોરી, રમખાણોથી બચવા અનોખી પહેલ કરી છે. AOA એ પોતાની સોસાયટીના 210 કરોડ રૂપિયાનો ઇંશ્યોરેન્સ એટલે કે વીમો કરાવ્યો છે.
દર મહિને આપશે 56 રૂપિયા
રહેવાસીનું કહેવું છે કે દિલ્હી એનસીઆરમાં આ પહેલીવાર છે કે જ્યારે કોઇ સોસાયટીનો આ પ્રકરનો વીમો થયો હોય. આખી સોસાયટીમાં 815 ફ્લેટ છે. લગભગ દરેક ફ્લેટવાસીઓને દર મહિને 56 રૂપિયા તેના એવજમાં આપવા પડશે.
815 ફ્લેટનું વાર્ષિક પ્રીમિયમ લગભગ 5 લાખ 46 હજાર રૂપિયા છે. વીમામાં રમખાણો, આગ, ભૂકંપ, હડતાળ, આતંકવાદી ગતિવિધિઓમાં નુકસાન, વાવાઝોડા જેવી ઘટનાઓ કવર છે.
- Sachin Tendulkar ના પુત્ર સાથે ડેટ પર ગઇ આ મહિલા ક્રિકેટર, કોહલીને કરી ચૂકી છે પ્રપોઝ
- 7th Pay Commission Update: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબરી, DA વધતાં EPF અને ગ્રેજ્યુટીમાં આવશે મોટો ઉછાળો
- New Labour Code: અઠવાડિયામાં ચાર દિવસ કામ, ત્રણ દિવસ આરામ? સરકાર લાગૂ કરી શકે છે આ નિયમ
- સસ્તી Alto તો કશું જ નથી, ગજબની માઇલેજ આપે છે આ કાર
રહીશો જણાવે છે કે સોસાયટીમાં એકવાર એક લિફ્ટ ખરાબ થઇ તો બિલ્ડરે પહેલાં એ જોવાનો પ્રયત્ન કર્યો કે લિફ્ટ કોના કારણે ખરાબ થઇ. ત્યારબાદ તે ફ્લેટ માલિક પર પેનલ્ટી ફટકારી. પછી તેને રિપેર કરાવવામાં આવી. આ ચક્કરમાં લગભગ 15 દિવસ સુધી લિફ્ટ બંધ રહી. વીમો લીધા બાદ આવી સમસ્યા નહી સર્જાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે