વોશિંગ્ટન : અમેરિકામાં મોટુ આર્થિક સંકટ પેદા થઇ ચુક્યું છે. અમેરિકામાં સંઘીય સરકારને આર્થિક મંજુરી આપનારા વિધાયકને પાસ કરાવવામાં સેનેટ નિષ્ફળ રહ્યું છે. અમેરિકામાં ખુબ જ ઝડપથી આર્થિક સંકટ આવી ચુક્યું છે. અમેરિકામાં સંઘીય સરકારને આર્થિક મજબુતી પ્રદાન કરતું વિધેયક સેનેટ પાસ કરાવી શકી નથી. સરકાર નવા બજેટને સેનેટમાં પાસ કરાવવામાં નિષ્ફળ રહી છે જેનાં કારણે ભારે આર્થિક તંગીનાં કારણે દેશમાં શટ ડાઉન પણ ચાલુ થઇ ચુક્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શટડાઉનનાં ઇતિહાસમાં એવું પહેલીવાર થયું છે જ્યારે કોંગ્રેસ અને વ્હાઇટ હાઉસ બંન્નેની કમાન એક જ પાર્ટી રિપબ્લિકનનાં હાથમાં હોય. અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનાં કાર્યકાળનુ એક વર્ષ પુરૂ કરવા જઇ રહ્યા છે. તેમની આર્થિક નીતિઓ માટે એક મોટો ઝટકો છે. શટડાઉનનાં કારણે હવે સમગ્ર દેશમાં સરકારી કામકાજ સંપુર્ણ ઠપ્પ થઇ જશે. જેનાં કારણે ફરી એકવાર અમેરિકામાં નોકરીઓનું સંકટ પેદા થઇ શકે છે.


અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાનાં બંન્ને સદનોમાં આર્થિક વિધેયક પસાર થવાનું હતું જો કે ભારે વિરોધનાં કારણે તે થઇ શક્યું નહોતું. આંખે અમેરિકામાં શટડાાઉનની નોબત આવી ચુકી છે. આ શટડાઉન બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાની આ સ્થિતી માટે ડેમોક્રેટ જવાબદાર છે. તેમણે પોતાની નારાજગી ટ્વીટર દ્વારા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષા,સૈન્ય પરિવાર, નબળા બાળકો અને તમામ અમેરિકનોને સેવા દરેક રાજનીતિથી ઉપર છે. પરંતુ બીજી તરફ સેનેટ ડેમોક્રેટ ચક સ્કમરે ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ લગાવ્યો કે તેમણે બે દળની સમજુતીનો અસ્વિકાર કર્યો અને સેનેટમાં કોંગ્રસને આ મુદ્દે પ્રભાવી રીતે જોર આપ્યું નહી. ઉલ્લેખનીય છે કે, ઓબામા સરકાર દરમિયાન થયેલ શટડાઉન 16 દિવસ સુધી ચાલ્યું હતું. આ શટડાઉ 2013માં થયું હતું.