નવી દિલ્હી: અમેરિકાના રાજ્ય વિભાગે અમેરિકામાં રહેતા ભારતીયોના વીઝાની સમયમર્યાદા વધારવા માટે ભારતીય અનુરોધને સ્વીકાર કર્યો છે. તેમાં H1B Visa પણ સામેલ છે. અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટને તેના માટે સ્વીકૃતિ આપવામાં આવી છે. Covid-19ના પ્રકોપના કારણે મોટાભાગના ભારતીય અમેરિકામાં ફસાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે અમેરિકાની સરકારથી કોરોના વાયરસ (Coronavirus) મહામારીના કારણે દેશમાં ફસાયેલા ભારતીયો માટે H1B અને અન્ય વીઝાની સમયમર્યાદા વધારવાનો અનુરોધ કર્યો હતો. આ મામલે વિદેશ સચિવ હર્ષવર્ધને બુધવારે અમેરિકાના રાજ્ય ઉપ સચિવ સ્ટીફન ઈ. બેગુન સાથે વાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત સંબંધિત ઘટનાક્રમનું ખુબ જ ઝીણવટ ભર્યું ધ્યાન રાખી રહ્યું છે.


સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદેશ સચિવ અને અમેરિકાના વિદેશ મંત્રીની વચ્ચે વાતમાં, બંનેએ COVID-19 મહામારીનો સામનો કરવા અને તેને નિયંત્રિત કરવા માટે સહયોગ આપવા પર ચર્ચા કરી હતી. કોરોના વાયરસ (Coronavirus)ની સામે બચાવ અને ઉપચારમાં વિકાસમાં આવશ્યક દવાઓ, જરૂરી ચિકિત્સા ઉપકર્ણોની ઉપલબ્ધતા સુનિશ્ચિક કરવા અને યોગ્ય જાણકારી રજૂ કરવા પર વાત કરી હતી.


અમેરિકન અર્થવ્યવસ્થામાં મંદીના ભય સાથે, H1B હોલ્ડરો તેમની નોકરી ગુમાવી શકે છે. પરંતુ તેઓ કોઈ બેરોજગારી ભથ્થાના પણ હકદાર નહી હોય. જો કોઇ નિયોક્તા H1B હોલ્ડર કર્મચારીનો કોન્ટ્રાક્ટ સમાપ્ત કરે છે, તો કર્મચારીએ તેના H1B વીઝાને જાળવી રાખવા માટે 60 દિવસમાં નવું કામ શોધવું પડે છે. પરંતુ અમેરિકાની સરકાર દ્વારા આવો કોઇ આદેશ આપવામાં આવ્યો નથી. જે નિયોક્તાઓને H1B વીઝા હોલ્ડરની સેવાઓ સમાપ્ત કરવા માટે કહ્યું હોય.


અમેરિકામાં બેરોજગારી વધાવાની આશંકા સાથે એવા સમાચાર આવ્યા છે કે, H1B વીઝા હોલ્ડર ભારતીય પ્રભાવિત થઈ શકે છે. લગભઘ 10 મિલિયન અમેરિકનોએ બેરોજગારી ભથ્થા માટે આવેદન કર્યું છે જે ખુબજ વધારે છે. સાથે જ લોકડાઉનના કારણે વીઝાના નવીનીકરણમાં વિલંબ થઇ રહ્યો છે અને સંભાવના છે કે, અમેરિકન અર્થવ્યવસ્થાની સાથે અનુબંધ કરનારા લોકો પીછે હટ કરી શકે છે. અમેરિકામાં H1B વીઝા હોલ્ડરની સૌથી વધુ ટકાવારી ભારતીય પાસે છે.


તમને જણાવી દઇએ કે, અમેરિકામાં નોકરીની શોધમાં ગયેલા લોકોને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઓનલાઇન અરજીમાં પણ અપીલ કરી હતી કે, H1B વીઝાને વધારવામાં આવે. આ અરજી પર 18 એપ્રિલ સુધી 1,00,000 હસ્તાક્ષરની જરૂરીયાત હતી અને ગુરૂવાર સવાર સુધી 50,000 લોકો તેના પર હસ્તાક્ષર કરી ચુક્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube