વોશિંગટનઃ કોરોના વાયરસના સંકટ વચ્ચે થોડા દિવસ પહેલા ભારતે અમેરિકાની મદદ કરી હતી. ત્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે, તે આ મદદને ભૂલશે નહીં. હવે તેની અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે. સોમવારે ટ્રમ્પ વહીવટી તંત્રએ અમેરિકાની સંસદને તે વિશે માહિતી આપી કે તે ભારતને 115 મિલિયન ડોલરના એક સોદામાં હારપૂન બ્લોક 2 એયર લોન્ચ મિસાઇલ અને ટોરપીડો આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સમજુતી હેઠળ ભારતને 10 AGM-84L હારપૂન એર લોન્ચ મિસાઇલો 92 મિલિયન ડોલરની કિંમતની, જ્યારે 16 ML 54 રાઉન્ડ ટોરપીડો3 MK 54 એક્સસાઇઝ ટોરપીડો 64 મિલિયન ડોલરની આપવામાં આવશે. 


અમેરિકાના રક્ષા વિભાગ તરફતી જાણકારી આપવામાં આવી કે ભારત સરકાર તરફથી આ વિશે અપીલ કરવામાં આવી હતી, જેને અમેરિકાએ મંજૂરી આપી દીધી છે. 


પેન્ટાગન પ્રમાણે, હારપૂન મિસાઇલ સિસ્ટમની મદદથી સમુદ્રી ક્ષેત્રમાં સુરક્ષાને વધારી શકાય છે. અમેરિકા તેનો ઉપયોગ ઘણા મોરચે કરતું આવ્યું છે. પેન્ટાગનનું કહેવું છે કે ભારત તેનો ઉપયોગ ક્ષેત્રીય સંકટને પહોંચવામાં કરશે, અમેરિકા સતત ભારતનું સમર્થન કરતું રહેશે. 


કોરોનાથી પરાસ્ત થયું ન્યૂયોર્ક, મૃત્યુઆંક પહોંચ્યો 10,000ને પાર


ભારતને મળનારી હારપૂન મિસાઇલનું નિર્માણ બોઇંગ કે દ્વારા કરવામાં આવશે, જ્યારે ટોરપીડોને રેથિયોન કંપની દ્વારા આપવામાં આવશે. પેન્ટાગન તરફથી કહેવામાં આવ્યું છે કે ભારત અને અમેરિકા છેલ્લા લાંબા સમયથી સારા મિત્રો રહ્યાં છે, સુરક્ષાની દ્રષ્ટિએ બંન્ને દેશ આગળ મિત્રતાને વધુ ગાઢ બનાવશે. 


ઉલ્લેખનીય છે કે અમેરિકામાં આ સમયે કોરોના વાયરસનું મહાસંકટ છવાયેલું છે. આ સમયે અમેરિકાએ ભારતને આઇડ્રોક્સીક્લોરોક્વીન આપવાની અપીલ કરી હતી. જે માગને ભારતે સ્વીકારી અને અમેરિકામાં મોટી માત્રામાં આ દવા આપવામાં આવી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર