નવી દિલ્હી: ભારત માટે આ આશ્ચર્યના નહીં પરંતુ પ્રસન્નતાના સમાચાર છે કે ચીન સાથેના સરહદ વિવાદમાં મહાસત્તા અમેરિકાએ ભારતને સમર્થન આપ્યું છે. સાચી વાત એ છે કે કોરોના વેક્સિનના નિર્માણનો મામલો હોય કે વેપાર વ્યવસાયનો મામલો હોય કે પછી વૈશ્વિક શક્તિ સંતુલનની વાત હોય અમેરિકાને પણ ભારતના બરાબર સપોર્ટની જરૂર છે અને સતત જરૂર છે. એ જ રીતે આ સમાચાર ચીન માટે પણ કોઈ ચોંકાવનારી વાત નથી પરંતુ તેના માટે અફસોસના સમાચાર જરૂર છે. અમેરિકી વિદેશ વિભાગમાં દક્ષિણ અને મધ્ય એશિયા બ્યુરોના નિવર્તમાન પ્રમુખ એલિસ વેલ્સે કહ્યું કે તેમને લાગે છે કે સરહદ પર તણાવ એક ચેતવણી છે કે ચીની આક્રમકતા હંમેશા ફક્ત નિવેદનબાજી જ નથી હોતી. પછી ભલે દક્ષિણ ચીન સાગર હોય કે પછી ભારત સાથે જોડાયેલી સરહદ હોય. અમે ચીન દ્વારા ઉશ્કેરણી અને પરેશાન કરનારો વ્યવહાર સતત જોઈ રહ્યાં છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરહદ તણાવ વચ્ચે ભારત થયુ મજબુત
દક્ષિણ અને મધ્ય એશિયા બ્યુરોના નિવર્તમાન પ્રમુખ એલિસ વેલ્સે કહ્યું છે કે અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને આસિયાન દેશો ચીનની ઉશ્કેરણી અને ગડબડી ફેલાવનારી હરકતોના વિરોધમાં એકજૂથ થયા છે. આ સાથે જ અમેરિકાથી આવેલા નિવેદનમાં ભારતને ચીન સાથે સરહદ પર તણાવ દરમિયાન સમર્થન કર્યુ છે. ટ્રમ્પ પ્રશાસનના દક્ષિણ એશિયાઈ મામલાઓના પ્રવક્તાએ ભારતને સમર્થન આપવાની વાત સાથે એમ પણ કહ્યું કે આ પ્રકારના વિવાદ ચીન દ્વારા ઉત્પન્ન ખતરાની યાદ અપાવે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube