Private Photo : શરમથી પાણી પાણી થઈ ગઈ મોડલ... બાળકો જે સ્કૂલમાં ભણતા હતા ત્યાં લીક થયા તેના ઈનરવેર સાથેના ફોટો
Victoria Triece: મોડલના પ્રાઈવેટ ફોટો લીક થયા બાદ સ્કૂલમાં બબાલ મચી ગઈ... જેના બાદ મોડલે સ્કૂલ મેનેજમેન્ટ પર કેસ દાખલ કર્યો છે... તો આ માટે મોડલે વળતરની પણ માંગ કરી છે
Model Private Photo Leaked : એક વેબસાઈટમાં કામ કરતી મૉડલના પ્રાઈવેટ ફોટો લીક કરવામાં આવ્યા. આ ખરાબ હરકત એ સ્કૂલમાં કરવામાં આવી જ્યાં તે મૉડલના બાળકો અભ્યાસ કરી રહ્યા હતા. જે વ્યક્તિએ આ કાંડ કર્યું તે સ્કૂલ બોર્ડમાં મેમ્બર છે. મહિલાઓ આ હરકતને ખોટી ગણાવી 8 કરોડ રૂપિયાનો દાવો ઠોક્યો છે. અને મહિલાએ આર્થિક વળતરની માંગણી કરી છે.
અમેરિકાના ફ્લોરિડામાં રહેતી 31 વર્ષની મહિલા વિક્ટોરિયા ટ્રાઈસ એક વેબસાઈટમાં કામ કરે છે. વેબસાઈટ માટે તે એડલ્ટ કન્ટેટ શેર કરે છે. બોર્ડ મેમ્બરે જ્યારે તેની પ્રાઈવેટ ફોટો લીક કરી તો આ મહિલાને સ્કૂલની અંદર આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. આ વાત જાણ્યા બાદ વિક્ટોરિયા ગુસ્સે થઈ ગઈ અને તેણે કેસ દાખલ કરી દીધો. વિક્ટોરિયા એ એડલ્ટ સ્ટારમાં સામેલ છે જેને તેના કામને કારણે હંમેશા સમાજમાં અપમાનિત કરવામાં આવે છે.
વિક્ટોરિયાએ કહ્યું કે આ કાંડ વર્ષ 2021માં થયું હતું. ત્યારબાદ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટથી શાળાની અંદર તેના ખાનગી ફોટા ફરતા કરવામાં આવ્યા હતા. આ આખા કેસમાં વિક્ટોરિયાનો કોઈ વાંક નહોતો. પરંતુ તેમ છતાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વિક્ટોરિયાએ આ ઘટના વિશે NBC6 સાથે વાત કરી અને તે ખૂબ જ ગુસ્સામાં જોવા મળી હતી. તેણે કહ્યું કે આ કૃત્ય બાદ તે અપમાનિત થઈ રહી છે. તે વેબસાઈટ પર એક મિનિટ રહીને જે કામ કરે છે તે તેની આખી જિંદગી નથી.
આ પણ વાંચો :
ગુજરાતના 1.40 કરોડ ગ્રાહકોને મોટો ઝટકો, મોંઘવારીમાં હવે વીજળી બિલ વધુ આવશે
પહેલી ઈમ્પ્રેશન બગડી તો બધુ બગડ્યું, આ રીતે તૈયારી કરશો તો સામેવાળાનું દિલ પીગળી જશે
તો એક ખાનગી સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં વિક્ટોરિયાના એટર્ની માર્ક નજેમે કહ્યું કે, આ સમગ્ર મામલે સ્કૂલ બોર્ડે 'મોરલ પોલીસ' જેવું વર્તન કર્યું છે. વિક્ટોરિયાના લીક થયેલા ફોટા અને વીડિયોમાં તે ઇનરવેરમાં જોવા મળી હતી. પરંતુ દાવો કરવામાં આવ્યો કે જ્યારે તે શાળામાં આવતી હતી, ત્યારે તેનું વર્તન સંપૂર્ણ રીતે યોગ્ય હતું. વિક્ટોરિયાએ કહ્યું કે જ્યારે પણ તે શાળામાં જતી ત્યારે તે તમામ નિયમો અને મર્યાદાઓનું શાબ્દિક પાલન કરતી હતી. વિક્ટોરિયાએ દાવો કર્યો છે કે વેબસાઇટમાં કામ કરવાને કારણે, તેને શાળાની અંદર આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. તે શાળાના ઘણા લોકોને ઓળખે છે, કે જેઓ આ જ વેબસાઇટ માટે કામ કરે છે. બીજી તરફ શાળાના પ્રવક્તાએ આ સમગ્ર મામલે નિવેદન આપવાનો ઇનકાર કર્યો છે. શાળા તરફથી કહેવામાં આવ્યું છે કે તે આ મામલે કોઈ ટિપ્પણી નહીં કરે.
સોશિયલ મીડિયા પર ઘણી પોપ્યુલર છે વિક્ટોરિયા
સોશિયલ મીડિયા પર વિક્ટોરિયા કેટલી લોકપ્રિય છે? તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેના ઈન્સ્ટાગ્રામ પર 1.5 લાખ ફોલોઅર્સ, ટિકટોક પર 2 લાખ 72 હજાર ફોલોઅર્સ અને ટ્વિટર પર 32 હજારથી વધુ ફોલોઅર્સ છે.
આ પણ વાંચો :
રીબડાના મહિપતસિંહ જાડેજાનું નિધન, ક્ષત્રિય સમાજમાં દુઃખની લાગણી છવાઈ
એક રહસ્યને કારણે ચોટીલા ડુંગર પર રાતે કોઈ રોકાતું નથી, આખો પર્વત ખાલી કરવો પડે છે