ન્યૂયોર્કઃ દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા આ વખતે કોરોના નહીં પરંતુ કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યો છે. દેશભરમાં ભીષણ ગરમી એટલે કે એક્સટ્રીમ હીટ બેલ્ટની શરૂઆત થઈ ગઈ છે. જળવાયુ જોખમ પર રિસર્ચ કરનારી એનજીઓ ફર્સ્ટ સ્ટ્રીટ ફાઉન્ડેશનના સીઈઓ મેથ્યૂ વેબનું કહેવું છે કે જો લોકોને લાગે છે કે આ ગરમી હતી તો આ તેમના જીવનના સારી ગરમીમાંથી એક થવા જઈ રહી છે. આ ફાઉન્ડેશને હાલમાં જ એક ડરામણો રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં પિયર રિવ્યૂની મદદથી ૬ વર્ષના અમેરિકી સરકારના સેટેલાઈટ ડેટાનું આંકલન અને આવનારા સમયમાં ભીષણ ગરમીનું જોખમ દર્શાવવામાં આવ્યું છે. તેમાં વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આવનારા દાયકામાં ભીષણ ગરમી પડશે, ગરમી પોતાની ચરમ સીમાએ હશે અને લાંબા સમય સુધી ચાલશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગરમીનો પારો ૫૧ ડિગ્રી સુધી પહોંચશેઃ
રિપોર્ટમાં અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે કે આગામી વર્ષે ૮૦ લાખ અમેરિકનોને એક દિવસ માટે ૫૧.૬૬ ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન સહન કરવું પડી શકે છે. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ૨૦૫૩ સુધી અમેરિકનોનો આંકડો વધીને ૧૦.૭ કરોડ થઈ જશે એટલે માત્ર ૩૦ વર્ષમાં ૧૩ ગણો વધી જશે. ૨૦૫૩ સુધી અમેરિકાના ૧૦.૭ કરોડ લોકોને ભીષણ ગરમીનો સામનો કરવો પડશે. આ હાલની વસ્તીનો એક તૃતીયાંશ હિસ્સો છે. મોટાભાગે આ ગરમી દેશના કેન્દ્રમાં પડવાની શક્યતા છે. એટલે કે ટેક્સાસ અને લુઈસિયાના ખાડી કિનારાથી શિકાગો સુધી. આ તે વિસ્તાર છે જેને ફર્સ્ટ સ્ટ્રીટ ફાઉન્ડેશને એક્સટ્રીમ હીટ બેલ્ટ કહ્યો છે.


ભીષણ ગરમીથી અમેરિકનોની હાલાકી વધશેઃ
રિપોર્ટ અનુસાર દક્ષિણ-પશ્વિમ અને દક્ષિણ-પૂર્વના ખાસ ભાગમાં ૨૦૫૩માં પારો એક દિવસથી વધારે ૫૧ ડિગ્રી સેલ્સિયસની ઉપર પહોંચી શકે છે. આટલી ગરમીમાં અવારનવાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખરાબ થઈ જાય છે. રસ્તો ઉખડી જાય છે. રેલવેના પાટા ઓગળવા લાગે છે. અને રેલવે પાટા પરથી ઉતરી શકે છે. અને એરપોર્ટનો ટરમેક ઓગળી શકે છે. અને ફ્લાઈટને ટેકઓફ થતો રોકી શકે છે. આટલી ગરમીમાં અનેકવાર વીજળી પણ જતી રહેશે.


વધારે ગરમી, વધારે હીટ વેવ્સઃ
૫૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન તો ચિંતા વધારનારી વાત છે. પરંતુ ૩૭ ડિગ્રીથી ઉપરનું તાપમાન પણ ખતરનાક બની શકે છે. રિપોર્ટમાં દેશભરમાં બહુ વધારે હીટ વેવ્સનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. જેમાં પેસિફિક નોર્થ વેસ્ટ સહિત ઉત્તરી વિસ્તારોમાં હીટ વેવ્સમાં ઘણો વધારો થયો છે જે વધારે ગરમીમાં ટેવાયેલા નથી. જો દુનિયા ઝડપથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો નહીં કરે તો આવનારા સમયમાં ગરમીના કારણે મનુષ્યના જીવન પર મોટું સંકટ ઉભું થઈ જશે.