વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ (Donald Trump) વિરૂદ્ધ મહાભિયોગ ચલાવવાનો પ્રસ્તાવ પ્રતિનિધિ સભા (House of Representatives)માં પાસ થઇ ગયો છે. આ સાથે જ ટ્રમ્પ પહેલાં એવા રાષ્ટ્રપતિ બની ગયા છે, જેનાપર બીજીવાર મહાભિયોગ ચાલશે. ડેમોક્રેટિક પાર્ટીના નિયંત્રણવાળી પ્રતિનિધિ સભામાં કેટલાક રિપબ્લિકન સાંસદોએ ટ્રમ્પ વિરૂદ્ધ મહાભિયોગ ચલાવવાના પક્ષમાં વોટ કર્યા. ટ્રમ્પ પર દેશના વિરૂદ્ધ વિદ્રોહ ભડકાવવાનો આરોપ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રસ્તાવના પક્ષમાં પડ્યા  232 Votes
CNNના અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ  (Donald Trump) વિરૂદ્ધ મહાભિયોગ ચલાવવાનો પ્રસ્તાવ નીચલા સદનમાં પૂર્ણ બહુમત પાસ થઇ ગયો છે. પ્રસ્તાવના પક્ષમાં 232 અને વિરોધમાં 197 વોટ નાખવામાં આવ્યા. ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના 10 સાંસદોએ પણ  તેના વિરૂદ્ધ વોટ કર્યા છે. ટ્રમ્પ અમેરિકાના ઇતિહાસમાં એવા પહેલાં રાષ્ટ્રપતિ બની ગયા છે જેના વિરૂદ્ધ એક જ કાર્યકાળમાં બે વાર મહાભિયોગ પ્રસ્તાવ મંજૂર કરીને ઉપરાષ્ટ્રપતિ માઇક પેંસને અપીલ કરી હતી કે તે ટ્રમ્પને પદ પરથી દૂર કરવા માટે 25મા ફેરફારને લાગૂ કરો. 

Makar Sankranti 2021 Grah Yog: મકર સંક્રાંતિ પર બની રહ્યો આ ગ્રહોનો દુર્લભ યોગ, લાવશે સુખ-સમૃદ્ધિ


'જે થયું, તે વિરોધ નહી વિદ્રોહ હતો'
ચર્ચાની શરૂઆત કરતાં રૂલ્સ કમિટીના ચેરમેન જિમ મેક્ગોવર્નએ કહ્યું કે તે જગ્યા પર ઉભા રહીને ઐતિહાસિક કાર્યવાહી પર ચર્ચા કરી રહ્યા છે. જ્યાં અપરાધ થયો હતો. મૈક્ગોવર્નએ કહ્યું કે તે દિવસોમાં જે થયું, તે કોઇ વિરોધ ન હતો. આ અમારા દેશના વિરૂદ્ધ સંગઠિત વિદ્રોહ હતો અને તેને ડોનાલ્ડ ટ્રમ્પએ ઉશ્કેર્યા હતા. તો બીજી તરફ હાઉસ સ્પીકર નૈંસી પેલોસીએ કહ્યું કે અમે જાણીએ છીએ કે ડોનાલ્ડ ટ્ર્મ્પએ દેશના વિરૂદ્ધ વિદ્રોહ માટે લોકોને ઉશ્કેર્યા. તેના માટે પદથી હટાવવા પડશે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે નવેમ્બરમાં થયેલી ચૂંટણીના પરિણામો વિશે વારંવાર ખોટું અને બોલ્યા અને લોકતંત્ર પર શંકા કરી. પેલોસીએ એ પણ કહ્યું કે રાષ્ટ્રપતિને સીનેટ દ્વારા દોષી ગણવા જોઇએ. 

Daily Horoscope 14 January 2021: આજે મકર સંક્રાંતિએ ખુલશે આ રાશિઓની કિસ્મત, થશે લાભ


હવે આગળ શું થશે?
પ્રતિનિધિ સભામાં પ્રસ્તાવ મંજૂર થયા બાદ હવે તેને 19 જાન્યુઆરીને સીનેટ રજૂ કરવામાં આવશે. જો અહીં પણ પ્રસ્તાવને બહુમત મળ્યો છે. તો ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદેથી દૂર કરવામાં આવશે. જોકે અત્રે ઉલ્લેખનીય છે કે ટ્ર્મ્પનો કાર્યકાળ 20 જાન્યુઆરીને સમાપ્ત થઇ રહ્યું છે. એટલે કે જો તેમને દૂર કરવામાં આવે છે, તો તે પ્રકારે પોતાનો કાર્યકાળ પુરો કરી લેશે. પરંતુ રાષ્ટ્રપતિ તરીકે બે વખત મહાભિયોગનો સામનો કરવા અને બળજબરીપૂર્વક પદેથી દૂર કરવા જેવી શર્મિંદગી હંમેશા તેમની સાથે રહેશે. કદાચ એટલા માટે ડોનાલ્ડ ટ્ર્મ્પે પ્રસ્તાવ પર વોટિંગથી પહેલાં સમર્થકોને હિંસા ન કરવાની અપીલ કરી હતી. તે ઇચ્છતા હતા કે સાંસદ તેમના બદલાયેલા વલણને જોતાં કેટલીક નરમાઇ જોવા મળી પરંતુ આમ થયું નહી. 

આગામી 4 વર્ષમાં World Class બનશે New Delhi Railway Station, ડિઝાઇનની તસવીરો આવી સામે


આ છે પરેશાનીનું કારણ
પ્રતિનિધિ સભામાં ડેમોક્રેટ બહુમતમાં છે, જોકે પ્રસ્તાવ સાધારણ બહુમતથી પાસ થઇને ઉચ્ચ સદન એટલે કે સીનેટમાં ચલાવવામાં આવ્યો છે. પરંતુ સીનેટમાં રિપબ્લિકનનો બહુમત છે કે અહીં પ્રસ્તાવ મંજૂર થવા માટે બે તૃતિયાંશ મત જરૂરી હોય છે. સીનેટમાં આંકડા ટ્રમ્પના પક્ષમાં છે. જો કોઇપણ પ્રકારે તેમની પાર્ટીના સાંસદ તેમના વિરૂદ્ધ થઇ રહ્યા છે, તેને જોતાં પ્રસ્તાવને મંજૂર થવાની સંભાવના વધી ગઇ છે. તમને જણાવી દઇએ કે 2019માં ટ્ર્મ્પ વિરૂદ્ધ પહેલાં એકપણ રિપબ્લિકને પ્રતાવના પક્ષમાં મતદાન કર્યું નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube