આગામી 4 વર્ષમાં World Class બનશે New Delhi Railway Station, ડિઝાઇનની તસવીરો આવી સામે

આગામી ચાર વર્ષમાં દુનિયાની નવી દિલ્હી રેલવે સ્ટેશનની એવી તસવીર જોશે, જેની કોઇએ કલ્પના પણ કરી ન હશે. આ તસવીરો નવી દિલ્હી રેલવે સ્ટેશનનું ભવિષ્ય જોવા મળી રહ્યું છે.

આ તસવીરો નવી દિલ્હી રેલવે સ્ટેશનનું ભવિષ્ય બતાવી રહી છે

1/5
image

ભારતીય રેલવેએ દેશના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનોમાંથી એક નવી દિલ્હી રેલવે સ્ટેશનના કાયાપલટ કરવાનો નિર્ણય કર્યો છે. નવી દિલ્હી રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનાવવા માટે તેને રેલવેએ રી-ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ્માં સામેલ કરવામાં આવી છે. આગામી ચાર વર્ષોમાં દુનિયા નવી દિલ્હી રેલવે સ્ટેશનની એવી તસવીરો જોશે, જેની કોઇએ કલ્પના પણ કરી નહી હોય. આ તસવીરો નવી દિલ્હી રેલવે સ્ટેશનનું ભવિષ્ય બતાવી રહી છે, કારણ કે નવી દિલ્હી રેલવે સ્ટેશન ચાર વર્ષ બાદ આવું જ દેખાશે. 

પ્રક્રિયાની શરૂઆત

2/5
image

નવી દિલ્હી રેલવે સ્ટેશન વિશ્વસ્તરીય સુવિધાઓથી સજ્જ કરવાની જવાબદારી ભારતીય રેલવે ઉપક્રમ RLDA એટલે કે રેલ લેંડ ડેવલોપમેન્ટ ઓથોરિટી અને IRSDC એટલે કે ઇન્ડીયન રેલવે સ્ટેશન ડેવલોપમેન્ટ કોર્પોરેશન પર છે. આ દરમિયાન સ્ટેશનના રી ડેવલોપમેન્ટની જવાબદારી કોને સોપવાની છે. આ પ્રક્રિયાની શરૂઆત થઇ ચૂકી છે. ઓથોરિટીએ બિડિંગ પ્રક્રિયા દ્વારા પ્રાઇવેટ પ્લેયરને સિલેક્ટ કરવાનો નિર્ણય લીધો છે. 

દિલ્હીના કેંદ્રમાં સ્થિત છે સ્ટેશન

3/5
image

પ્રોજેક્ટ માટે પ્રી-બિડ મીટિંગ સપ્ટેમ્બર 2020માં આયોજિત કરવામાં આવી હતી જેમાં અદાણી, જીએમઆર, જેકેબી ઇન્ફ્રા, અરબિયન કંસ્ટ્રક્શન કંપની અને એંકોરેઝ ઇંફ્રાસ્ટ્રક્ચર જેવી ફર્મોએ ભાગ લીધો હતો. સ્ટેશન રણનીતિક રૂપથી દિલ્હીના કેન્દ્રમાં સ્થિત છે, અને દિલ્હીના પ્રમુખ કોમર્શિયલ સ્પોટ કેન્દ્ર કનોટ પ્લેસની ખૂબ નજીક છે. આ એરપોર્ટ એક્સપ્રેસ લાઇન મેટ્રો દ્રારા આઇજીઆઇ એરપોર્ટથી યલો લાઇન મેટ્રો દ્વારા દિલ્હી-એનસીઆર સાથે જોડાયેલું છે. સ્ટેશનના બંને તરફ પરિવહનના વિભિન્ન સાધનો સાથે જોડાયેલું છે.

680 મિલિયન અમેરિકી ડોલરનો ખર્ચ

4/5
image

નવી દિલ્હી રેલવે સ્ટેશનને અતિ આધુનિક બનાવનાર આ પ્રોજેક્ટને 60 વર્ષોના કન્સેશન પીરિયડ માટે ડિઝાઇન-બિલ્ડ ફાઇનાન્સ ઓપરેટ ટ્રાંસફર (ડીબીએફઓટી) મોડલ પર વિકસિત કરવામાં આવશે. તેમાં લગભગ 680 મિલિયન અમેરિકી ડોલરનો ખર્ચ આવશે. આ પ્રોજેક્ટને લગભગ ચાર વર્ષોમાં પુરો કરવામાં આવશે. 

નવા માસ્ટર પ્લાનનો એરિયા લગભગ 120 હેક્ટર

5/5
image

નવી દિલ્હી રેલવે સ્ટેશનના નવા માસ્ટર પ્લાનના એરિયા લગભગ 120 હેક્ટરનો છે. જેમાં 88 હેક્ટરને પહેલાં તબક્કામાં વિકસિત કરવાનો છે. તેને બે ભાગમાં વહેચવામાં આવ્યો છે. પહેલા સ્ટેશનની અંદરનો ભાગ અને બીજો સ્ટેશનના એસ્ટેટ હેઠળ હોટલ, કાર્યાલય, શોપિંગ કોમ્પેક્સ, પાર્કિંગ જેવી સુવિધાઓ હશે.