વોશિંગ્ટન: અમેરિકાએ અલ કાયદાના ચીફ ઓસામા બિન લાદેનના પુત્ર અંગે કોઈ પણ સૂચના આપનારને 10 લાખ ડોલરનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. અમેરિકા ઓસામાના પુત્ર હમઝા  બિન લાદેનને આતંકવાદના ઉભરતા ચહેરા તરીકે જોઈ રહ્યું છે. જેહાદના યુવરાજ નામથી ઓળખાતા હમઝાના ઠેકાણા અંગે કોઈ જ માહિતી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PAK વિદેશ મંત્રીના મસૂદ પરના એક નિવેદનથી મોટો ખળભળાટ , દુનિયાએ અનુભવ્યું 'ભારત સાચું'


ઈરાકમાં નજરકેદ હોઈ શકે છે
અનેક વર્ષોથી એવી અટકળ છે કે તે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, સીરિયામાં રહે છે અથવા તો ઈરાનમાં નજરકેદ છે. અલ કાયદાના હવાલે વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે હમઝા બિન લાદેન અલ કાયદાના ચીફ ઓસામા બિન લાદેનનો પુત્ર છે અને તે અલ કાયદા સાથે સંકળાયેલા સંગઠનોમાં નેતા તરીકે ઉભરી રહ્યો છે. 


30 વર્ષની ઉંમર છે હમઝાની
વિદેશ મંત્રાલયે કોઈ પણ દેશમાં હમઝાની હાજરીની જાણકારી આપનારને 10 લાખ ડોલરનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. અમેરિકા જણાવ્યાં મુજબ હમઝાની ઉંમર લગભગ 30 વર્ષ છે અને 2011માં તેના પિતાના મોતનો બદલો લેવા માટે તેણે અમેરિકા પર હુમલા કરવાની ધમકી પણ આપેલી છે. અમેરિકી નેવી સિલે પાકિસ્તાનના એબટાબાદમાં ઘૂસીને 2011માં ઓસામા બિન લાદેનની હત્યા કરી હતી. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...