Coronavirus: કોરોના વાયરસને લઈ અમેરિકા બાદ બ્રિટન અને ફ્રાંસે ચીન પાસે માગ્યો જવાબ
કોરોના (Coronavirus) મહામારીને લઇને ચીનની મુશ્કેલીઓ વધી શકે છે. અમેરિકા બાદ બ્રિટન અને ફ્રાંસે પણ તેની પાસે વાયરસને લઈને જવાબ માગ્યો છે. આ વચ્ચે અમેરિકન સંસદમાં ચીનની સામે બીલ રજૂ કરવામાં આવ્યું છે.
વોશિંગટન: કોરોના (Coronavirus) મહામારીને લઇને ચીનની મુશ્કેલીઓ વધી શકે છે. અમેરિકા બાદ બ્રિટન અને ફ્રાંસે પણ તેની પાસે વાયરસને લઈને જવાબ માગ્યો છે. આ વચ્ચે અમેરિકન સંસદમાં ચીનની સામે બીલ રજૂ કરવામાં આવ્યું છે.
આ બીલના પસાર થવા પર અમેરિકા મહામારીથી થયેલી મોત અને આર્થિક નુકસાનને લઇ વળતર માટે સંધીય કોર્ડમાં ચીનની સામે કેસ દાખલ કરી શકે છે. આ બીલને બે અમેરિકન સાંસદોએ રજૂ કર્યું છે.
તમને જણાવી દઈએ કે, અમેરિકા પહેલાથી જ કહેતું આવ્યું છે કે, દુનિયામાં કોરોના ફેલાવવા માટે ચિન જવાબદાર છે. અમેરિકાનું કડક વલણ જોઇ ફ્રાંસ અને બ્રિટન પણ ચીન પર આક્રમક થયું છે.
બ્રિટનના કાર્યકારી વડાપ્રધાન ડોમનિકે કહ્યું કે, ચીનને જણાવવું પડશે કે કોરોના વાયરસ મહામારીમાં કેવી રીતે ફેરવાયું? ચીન ચુપ બેસી શકશે નહીં. તેણે અમારા પ્રશ્નોના જવાબ આપવા પડશે. આ રીતે, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોએ ચીન પર નિશાન સાધતા કહ્યું કે, એવી ઘણી બધી વસ્તુ થઈ છે, જેના વિશે કોઇને કંઈ ખબર નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube