નવી દિલ્હી: સાઉથ ચાઈના સી (South china sea)ને ધરતીનો એ વિસ્તાર ગણવામાં આવે છે જ્યાં સૌથી વધુ તણાવ જોવા મળે છે. આ વિસ્તાર પર અનેક દેશોની નજર છે અને ક્યારેક અમેરિકા (America) તો ક્યારેક ચીન (China)  આ વિસ્તારમાં પોતાનો રોફ જમાવતા હોય છે. આ વિસ્તારમાં દુનિયાના સૌથી મોટા નેવી કાફલાએ એક પ્રયોગ કર્યો છે જે કોઈ વોર્નિંગ સાઈનથી જરાય ઉતરતો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેઝર ગનથી હવામાં વિમાન ઉડાવ્યું
અમેરિકી નેવી તરફથી એક વીડિયો બહાર પાડવામાં આવ્યો છે જેમાં જંગી જહાજ પર તૈનાત લેઝર ગનથી હુમલો કરવામાં આવે છે અને હવામાં ઉડી રહેલા એક ડ્રોન પર સટીક નિશાન લગાવીને તેને તોડી પાડવામાં આવે છે. અમેરિકાના પેસિફિક ફ્લિટે આ પરિક્ષણ ચીનથી થોડાક કિલોમીટરના અંતરે પ્રશાંત મહાસાગરમાં કર્યું અને દુનિયાને દેખાડી દીધુ કે અમેરિકા પાસે એ હથિયાર છે કે જેથીથી તે માત્ર 1 ડોલર ખર્ચ કરીને કોઈ પણ એરક્રાફ્ટને હવામાં જ નષ્ટ કરી શકે છે. આ માટે તેણે કરોડો ખર્ચ કરવાની જરાય જરૂર નહીં પડે. 


અમેરિકી નેવીએ ચલાવી લેઝર ગન
અમેરિકી નેવીનો આ હાઈ એનર્જી લેઝર હથિયાર દુનિયામાં અત્યાર સુધી જોવા મળેલુ પોતાની રીતે એકમાત્ર હથિયાર છે જે નાનામાં નાના નિશાનને પણ સટિક ભેદી શકે છે. પછી ભલે તે દરિયામાં હોય કે પછી હવામાં હોય. કોરોના સંકટકાળમાં 16મી મેના રોજ તેનું પરિક્ષણ હાથ ધરાયું હતું. ટાઈમિંગ અને જગ્યા મુજબ અમેરિકાનો આ ટેસ્ટ ચીનને દબાણમાં લેવા માટે છે જે સ્પષ્ટ કરે છે કે અમેરિકા ચીનને પાઠ ભણાવવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube