ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા મુદ્દે અમેરિકાએ પણ વ્યક્ત કરી ચિંતા, કહ્યું- હિંસા સ્વીકાર્ય નથી
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા અને તેમની હત્યાના કેસમાં હાલમાં વધારો જોવા મળ્યો છે. હવે આ મામલે વ્હાઈટ હાઉસ તરફથી પ્રતિક્રિયા આવી છે.
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા અને તેમની હત્યાના કેસમાં હાલમાં વધારો જોવા મળ્યો છે. હવે આ મામલે વ્હાઈટ હાઉસ તરફથી પ્રતિક્રિયા આવી છે. વ્હાઈટ હાઉસે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર થઈ રહેલા હુમલાની ટીકા કરી છે અને કહ્યું કે અહીં નસ્લ, લિંગ કે કોઈ પણ અન્ય પ્રકારના આધાર પર હિંસા માટે કોઈ જગ્યા નથી.
લેવાઈ રહ્યા છે પગલાં
વ્હાઈટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પ્રવક્તા જ્હોન કિર્બીએ ગુરુવારે એક પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને તેમનું પ્રશાસ સતત ભારતીય વિદ્યાર્થીઓ પર થઈ રહેલા હુમલાને રોકવાના પ્રયત્ન કરી રહ્યું છે અને તેને રોકવા માટે સતત કામ કરી રહ્યું છે.
હુમલા અસ્વીકાર્ય
ભારતીય વિદ્યાર્થીઓ પર હાલમાં થયેલા હુમલા અને માતા પિતા વચ્ચે તેમના બાળકોને અમેરિકા મોકલવાની ચિંતા વિશેના એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે હિંસા માટે કોઈ બહાનું નથી, નિશ્ચિત રીતે નસ્લ કે લિંગ કે ધર્મ કે કોઈ અન્ય પ્રકારનું બહાનું બિલકુલ અસ્વીકાર્ય છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ અને તેમનું પ્રશાસન એ સુનિશ્ચિત કરવા માટે ખુબ આકરી મહેનત કરી રહ્યું છે કે અમે રાજ્ય અને સ્થાનિક અધિકારીઓ સાથે મળીને આ પ્રકારના હુમલાને નિષ્ફળ બનાવવામાં અને રોકવામાં સફળ થઈએ. તેના માટે દરેક શક્ય પ્રયત્ન કરી રહ્યા છીએ અને આવું કરનારા લોકોને જવાબદાર પણ ઠેરવવામાં આવશે.
અત્રે જણાવવાનું કે અમેરિકામાં હાલમાં અનેક ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાના અનેક કિસ્સા સામે આવતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે. શ્રેયસ રેડ્ડી નામનો વિદ્યાર્થી ઓડિયોના સિનસિનાટીમાં મૃત મળી આવ્યો હતો. જ્યારે પર્ડ્યૂ યુનિવર્સિટીનો વિદ્યાર્થી નીલ આચાર્ય પણ મૃત મળી આવ્યો હતો. અન્ય ભારતી વિદ્યાર્થી વિવેક સૈની પર જ્યોર્જિયાના લિથોનિયામાં સ્ટોરની અંદર એક બેઘર વ્યક્તિએ હથોડાથી ઉપરાછાપરી વાર કરીને નિર્દયતાથી મોત નિપજાવ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube