વોશિંગટન: સિખ સૈન્ય અધિકારી (Sikh Army Officer) ના ધર્મનું સન્માન કરતાં અમેરિકી મરીન કોર્પ્સએ તેમને પાઘડી પહેરવાની પરવાનગી આપી દીધી છે. અમેરિકન સેના (US Army) ના 246 વર્ષના ઇતિહાસમાં આમ પહેલીવાર થયું છે જ્યારે કોઇ સિખ ઓફિસરને પાઘડી પહેરવાની અનુમતિ મળી છે. જોકે અધિકારીએ પૂર્ણ ધાર્મિક આઝાદીની માંગ કરી છે અને આમ ન થનાર પર તે પોતાના કોરની વિરૂદ્ધ કેસ કરવાનું પણ વિચાર કરી રહ્યા છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરવાનગી મળનાર પહેલા વ્યક્તિ બન્યા Sukhbir
ન્યૂઝ એજન્સી PTI ન્યૂયોર્ક ટાઇમ્સના હવાલેથી જણાવ્યું કે 26 વર્ષીય લેફ્ટિનેંટ સુખબીર તૂર (Sukhbir Toor) પાંચ વર્ષથી યૂનાઇટેડ સ્ટેટસ મરીન કોર્પ્સની વરદી પહેરી રહ્યા હતા. ગુરૂવારે તેમને એક વફાદાર સિખની પાઘડી પહેરવાની તક મળી ગઇ. મરીન કોર્પ્સના 246 વર્ષના ઇતિહાસમં તૂર પહેલાં વ્યક્તિ છે, જેમને પાઘડી પહેરવાની અનુમતિ મળી છે. 

Viral Video: ગુજરાતીઓના ટેલેન્ટનો જવાબ નથી, પિત્ઝાને આપ્યું નવું રૂપ, આ છે સુરતનો કુલ્લડ પિત્ઝા


Officer એ આ પ્રકારે વ્યક્ત કરી ખુશી
તૂરે એક ઇન્ટરવ્યુંમાં કહ્યું કે આખરે મારી સામે પોતાનો વિશ્વાસ અને પોતાના દેશમાંથી કોઇપણ એકને પડકારની નોબત આવી નથી. હું જેવો છું, એવો રહીને બંનેનું સન્માન કરું છું. તૂરે કહ્યું કે જ્યારે તેમને આ વર્ષે કેપ્ટનના રૂપમાં પ્રમોટ કરવામાં આવ્યા, તો તેમણે અપીલ કરવાનો નિર્ણય કર્યો. તમને જણાવીદઇએ કે આ અધિકારને પ્રાપ્ત કરવા માટે ખૂબ સંઘર્ષ કર્યો છે. 

વિદેશ જનારાઓ માટે જરૂરી સમાચાર, બદલાઇ ગયા પાસપોર્ટના નિયમ, જાણો સમગ્ર પ્રોસેસ


યુદ્ધ ક્ષેત્રમાં નહી હોય Permission
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે આ મામલો ખૂબ લાંબા સમયથી ચાલી રહ્યો છે. સિખ હોવાછતાં સુખબીર તૂર પાઘડી પહેરતો નથી. પરંતુ સેનાના નિયમ તેને આડે આવી રહ્યા હતા. હવે આખરે તેમને તેની અનુમતિ મળી ગઇ છે. વોશિંગટન અને ઓહાયોમાં ભણેલા એનઆરઆઇના પુત્ર તૂરને કેટલીક સીમાઓ સાથે ડ્યૂટીના દરમિયાન પાઘડી પહેરવાની પરવાનગી મળી છે અને યુદ્ધ ક્ષેત્રમાં તૈનાત થતાં તે આમ કરી શકશો નહી. જોકે તે ઇચ્છે છે કે તેમને પૂર્ણ ધાર્મિક આઝાદી મળે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube