નવી દિલ્હીઃ કરોડપતિ બનવું કોને ન ગમે...દરેક લોકો દિવસ-રાત કરોડપતિ બનવાના રસ્તા શોધતા હોય છે..કરોડપતિ બનવા માટે લોકો ખોટા કામ પણ કરે છે...પરંતુ કહેવાય છે કે નસીબમાં લખ્યું હોય તો પલભરમાં કરોડપતિ બની જવાય છે..પરંતુ આવું માત્ર ફિલ્મોમાં જ બને છે, વાસ્તવિક જીવન માટે તે માત્ર કાલ્પનિક વાર્તા જ લાગે છે. જો કે ક્યારેક નસીબ સાથ આપે ત્યારે લોકોની કલ્પના પણ વાસ્તવિકતા બની જાય છે. તાજેતરમાં જ અમેરિકામાં એક મહિલા (વુમન બિસ્કિટ શોપિંગ કરીને કરોડપતિ) સાથે આવું જ બન્યું જે બિસ્કિટ ખરીદવા દુકાને ગઈ હતી પરંતુ જ્યારે તે ઘરે પરત આવી ત્યારે તે કરોડપતિ બની ગઈ હતી..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 51 વર્ષીય અમેલિયા એસ્ટેસ નોર્થ કેરોલિનામાં રહે છે અને ગયા શનિવારે તે દુકાનમાંથી બિસ્કિટ ખરીદવા ગઈ હતી. ત્યાંથી તેણે રૂ. 1600ની કિંમતનું લોટરી સ્ક્રૅચકાર્ડ ખરીદ્યું. જ્યારે તેણે કાર્ડ સ્ક્રેચ કર્યું અને તેને લોટરી નંબરો સાથે મેચ કર્યું, ત્યારે તેના હોશ ઉડી ગયા..કેમ કે તેના નામ પર 16 કરોડ રૂપિયાની લોટરી લાગી હતી.


આ પણ વાંચોઃ મર્ડર બાદ લાશ સડે ત્યાં સુધી બાંધ્યા શારીરિક સંબંધ, જાણો સીરિયલ કિલરની કહાની


નોર્થ કેરોલિના એજ્યુકેશન લોટરીએ 19 જાન્યુઆરીએ પોતાના નિવેદનમાં કહ્યું- “શનિવારે, એમેલિયા હંમેશની જેમ બિસ્કિટ ખરીદવા સ્ટોર પર આવી હતી, પરંતુ તે દિવસ તેના માટે ખૂબ જ ખાસ બની ગયો હતો. તેણે 1600 રૂપિયામાં સ્ક્રૅચ કાર્ડ ખરીદ્યું અને તેના નામે 16 કરોડ રૂપિયાની લોટરી લાગી. એમિલિયાએ કહ્યું કે લોટરી જોતાં જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. ટિકિટ ખરીદી અને એમિલયાનું નસીબ ચમકી ગયું.


આ પણ વાંચોઃ છોકરીઓના આંતરવસ્ત્રો પહેરીને કેમ  LIVE થઈ રહ્યાં છે છોકરાઓ, ચોકાવનારું છે કારણ


લોટરીનું લાગ્યા પછી તે ઘરે ગઈ અને તેની માતાને આ અંગે જાણ કરી.. તેણે તેની માતાને કહ્યું- "મને લાગે છે કે આપણે કરોડપતિ બની ગયા છીએ!" તેની માતા પણ આશ્ચર્યચકિત થઈ ગઈ અને ભગવાનનો આભાર માનવા લાગી. તેણે રમેલી લોટરી ગેમમાં કંપની વિજેતાઓને બે વિકલ્પ આપે છે. પ્રથમ, કાં તો તેણે 20 વર્ષ સુધી દર વર્ષે 80 લાખ રૂપિયા લેવા જોઈએ અથવા તેણે એક સાથે 9 કરોડ રૂપિયા લેવા જોઈએ. અમેલિયાએ એક સાથે રૂપિયાનું લેવાનું પસંદ કર્યું. અને કહ્યું કે આ પૈસા નિવૃત્તિ માટે બચાવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube