લંડન: ભારતમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે. વૈશ્વિક સમુદાય પણ હવે ખુલીને ભારતની મદદે આવ્યું છે. બ્રિટને જરૂરી ચિકિત્સા ઉપકરણો ઉપલબ્ધ કરાવવાની વાત કરી છે. બ્રિટને ભારતને 600 એવા ઈક્વિપમેન્ટ્સ મોકલવાની વાત કરી છે જે કોરોના વિરુદ્ધ ભારતની લડતમાં કામ આવશે. કહેવાય છે કે ભારતે બ્રિટન પાસે આ લડતમાં મદદ માંગી હતી. ત્યારબાદ બ્રિટિશ સરકારે ભારતને મદદ કરવાનો નિર્ણય લીધો. રવિવારે વેન્ટિલેટર અને ઓક્સિજન કન્સેન્ટ્રેટરની પહેલી ખેપ યુકેથી રવાના પણ થઈ ગઈ છે. જે મંગળવાર સુધીમાં દિલ્હી પહોંચી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં જે રીતે કોરોના સંક્રમણનું ભયાનક સ્વરૂપ જોવા મળી રહ્યું છે તેણે વિશ્વપટલ પર ચિંતાનું મોજું ફેલાવ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી સતત 3 લાખથી વધુ દૈનિક કેસ નોંધાય છે. આથી ભારતે અનેક દેશો પાસે મદદ માંગી હતી. ભારત સરકાર સાથે વાતચીત બાદ રવિવારે યુકેએ પહેલી ખેપ રવાના કરી દીધી છે. જે મંગળવાર સવાર સુધી પહોંચી જશે. ત્યારબાદ આ અઠવાડિયે યુકેથી બીજા પણ લાઈફ સેવિંગ ઈક્વિપમેન્ટ્સ આવવાના છે. 


મળતી માહિતી મુજબ બધુ મળીને 9 કન્ટેનર ભારત આવશે. જેમાં 495 ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ, 120 નોન ઈન્વેસિવ વેન્ટિલેટર્સ, અને 20 મેન્યુઅલ વેન્ટિલેટર્સ આવશે. આ ઈક્વિપમેન્ટ્સ અનેક દર્દીઓના જીવ બચાવવામાં મદદગાર સાબિત થશે. જેમ કે ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સની મદદથી હવાથી જ ઓક્સિજન કાઢીને દર્દીઓને આપી શકાય છે. હોસ્પિટલમાં ઓક્સિજનની કમી થતા તેનો આબાદ રીતે ઉપયોગ થઈ શકે છે. 


Corona: અમેરિકા કોરોના સામે ઝઝૂમી રહેલા ભારતને મદદ કરશે, જાણો શું કહ્યું?


Video: આ ટચુકડું ગામ હંફાવી રહ્યું છે જીવલેણ કોરોનાને, દેશમાં હાહાકાર પણ ગામમાં એક પણ કેસ નથી નોંધાયો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube