જપ્તવ્ય યાજ્ઞિક, આણંદ: કેનેડા (Canada) માં અમૂલ (Amul) બ્રાન્ડનો ગેરઉપયોગ કરતા હોવાની બાબતે કેનેડા કોર્ટ (Canada Court) માં ટ્રેડમાર્ક (Trademark) ભંગની ફરિયાદ કરાઇ હતી. ત્યારે આ કેસમાં  કેનેડા કોર્ટે (Canada Court) આવી ખોટી વેપાર નિતી અપાવનારને દંડ ફટકાર્યો છે. જેમાં બનાવટી રીતે અમુલના નામનો ઉપયોગ કરનારાને ટ્રેડ માર્ક ભંગની નુકશાની પેટે 10 હજાર ડોલર, કોપીરાઈટ એક્ટના ભંગ બદલ 5 હજાર ડોલર તથા ખર્ચ પેટે 17 હજાર 733 ડોલર મળી કુલ 32733 ડોલર ચૂકવવા હુકમ કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રેડમાર્ક (Trademark) ભંગના કેસમાં ફેડરલ કોર્ટ, કેનેડાનો હૂકમ પોતાની તરફેણમાં મેળવવામાં અમૂલને સફળતા હાંસલ થઈ છે. ગતવર્ષ 2020ના જાન્યુઆરી માસ દરમિયાન અમૂલને માહીતી મળી હતી એક કેનેડામાં 'અમૂલ'ના ટ્રેડમાર્ક અને 'અમૂલ-ટેસ્ટ ઓફ ઈન્ડીયા'ના લોગો (Amul Logo) ની ખૂલ્લેઆમ નકલ કરીને લીંક્ડઈન પ્લેટફોર્મ પર અમૂલની ફેક પ્રોફાઈલ તૈયાર કરાઇ છે, ત્યારે  ફેડરલ કોર્ટ ઓફ કેનેડા (Canada) માં મોહિત રાણા, આકાશ ઘોષ, ચંદુ દાસ અને પટેલ સામે લીંકડઈન ઉપર આ છેતરામણી પ્રોફાઈલ મૂકવા સામે કેસ કર્યો હતો. 

Valsad: પારડી GIDCમાં આવેલી ભાનુશાલી પેકેજીંગ કંપનીમાં લાગી આગ, 8 ફાયર ફાઇટર ઘટનાસ્થળે


આ કેસમાં અનેક પ્રયાસ છતાં આરોપીઓ એક પણ વખત પ્રતિભાવ આપ્યો નહોતો. ત્યારબાદ અમૂલે એક તરફી ડિફોલ્ટ જજમેન્ટ માટે અરજી કરી હતી. આ બાબતમાં અમૂલે (Amul) કોર્ટમાં જણાવ્યું હતું કે, અમૂલને પોતાની શાખનું અસ્તિત્વ છે અને આરોપીઓ ખોટી રજૂઆત કરીને જનતાને છેતરવાના પ્રયાસ કરેલ છે. સાથે આ ખોટી રીતે વેપાર કરવાથી અમુલને પણ નુકશાન થયુ છે, તેથી ફેડરલ કોર્ટ ઓફ કેનેડાએ પણ કહ્યુ હતું કે આરોપીઓએ અમૂલ જેવી વિશ્વવિખ્યાત કોપી રાઈટનો ભંગ કર્યો છે. 

Dear Father: પરેશ રાવલે નવી ફિલ્મની કરી જાહેરાત, ગુજરાતી નાટક "ડિયર ફાધર" પર હશે આધારિત


ફેડરલ કોર્ટે જણાવ્યું હતું કે અમૂલે વાજબી રીતે ડિફોલ્ટ જજમેન્ટ માટે અરજી કરી છે. તેથી કોર્ટે હુકમ અમુલની તરફેણમાં કર્યો હતો અને આરોપીઓને અમૂલ (Amul) ના ટ્રેડમાર્ક અને કોપીરાઈટનો ભંગ નહી કરવા કહ્યું છે. સાથે જ ચૂકાદો આપ્યાના 30 દિવસની અંદર આરોપીઓએ 'અમૂલ' અને 'અમૂલ -ધ ટેસ્ટ ઓફ ઈન્ડીયા'નો લોગો પરત કરવા કહ્યું છે. આરોપીઓએ લોગોની માલિકી, સંપર્ક અધિકાર અને તમામ હક્કો લીંક્ડઈન પેજીસ/એકાઉન્ટસડોમેઈનના નામ અને સોશ્યલ મિડીયાપેજીસ ઉપરના તમામ હક્ક તબદીલ કરવા પણ હુકમમાં જણાવ્યુ છે.

Rath Yatra: પોણા 4 કલાક કરતાં ઓછા સમયમાં રથયાત્રા સંપન્ન, નિજમંદિર પહોંચ્યા રથ


સમગ્ર બાબતે અમૂલના મેનેજીંગ ડિરેક્ટર ડો. આર.એસ. સોઢીએ જણાવ્યું હતું કે, અમારી સતર્કતાના કારણે તથા દાવાના સમર્થનમાં ત્વરિત સપોર્ટીંગ દસ્તાવેજો પૂરાં પાડવાના કારણે આ બધું શક્ય બન્યું છે. ઘેર ઘેર જાણીતી બનેલી અત્યંત લોકપ્રિય બ્રાન્ડ અમૂલ (Amul) સાથે જોડાયેલા હોવાનું ગૌરવ અનુભવીએ છીએ. 


એ આનંદની વાત છે કે કેનેડાએ અમારી ઘેરઘેર જાણીતી પોતાના ટેસ્ટ ઓફ ઈન્ડીયાની ઓળખને માન્યતા આપી છે.મહત્વનું છે કે અમૂલ તરફથી આ કેસમાં  એડવોકેટ તરીકે સુહરિતા મજુમદાર, આઈપી લોયર, એસ મજુમદાર એન્ડ કંપની, નવી દિલ્હી અને કેનેડા (Canada) તરફથી એડવોકેટ તરીકે માઈકલ એડમ, આઈપી લૉયર, રીચીઝ મેકેન્ઝી એન્ડ હર્બટ એલએલપી કેસ લડ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube