Dear Father: પરેશ રાવલે નવી ફિલ્મની કરી જાહેરાત, ગુજરાતી નાટક "ડિયર ફાધર" પર હશે આધારિત

હું લગભગ 40 વર્ષના સમયગાળા બાદ હું ગુજરાતી ફિલ્મ લઇને આવી રહ્યો છું જે મારા સુપરહિટ ગુજરાતી નાટક "ડિયર ફાધર" (Dear Father) ઉપર આધારીત છે.

Dear Father: પરેશ રાવલે નવી ફિલ્મની કરી જાહેરાત, ગુજરાતી નાટક "ડિયર ફાધર" પર હશે આધારિત

અમદાવાદ: દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરના નિધન બાદ તેમની અધૂરી ફિલ્મ 'શર્માજી નમકીન' ના બાકીના ભાગનું શૂટિંગ પુરી કરી લીધું છે. તો બીજી તરફ હંગામા 2 (Hungama 2) નું ટ્રેલર પણ લોન્ચ થઇ ગયું છે. ત્યારે હવે પરેશ રાવલે ટ્વીટ કરીને વધુ એક તેમના ફેન્સને વધુ એક ખુશીના સમાચાર આપ્યા છે. 

પરેશ રાવલે (Paresh Rawal) પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને કહ્યું હતું કે શ્રી જગન્નાથજીની રથ યાત્રા તથા અષાઢીબીજ ના પાવન દિવસે મારા વ્હાલા ગુજરાતી દર્શકો ને જણાવતા અપાર આનંદ થાય છે કે લગભગ 40 વર્ષના સમયગાળા બાદ હું ગુજરાતી ફિલ્મ લઇને આવી રહ્યો છું જે મારા સુપરહિટ ગુજરાતી નાટક "ડિયર ફાધર" (Dear Father) ઉપર આધારીત છે. આપ સૌના સહકાર અને આશીર્વાદની અપેક્ષા. 

— Paresh Rawal (@SirPareshRawal) July 12, 2021

અત્રે ઉલ્લેખનીય છે કે એક્ટર પરેશ રાવલ હાલમાં પોતાની ફિલ્મ 'હંગામા-2' ને લઇને ચર્ચામાં હતા. આ ફિલ્મ વર્ષ 2003 માં આવેલી સુપર હિટ કોમેડી ફિલ્મ 'હંગામા' (Hungama) ની સીક્વલ છે. પરેશ રાવલ આ ફિલ્મમાં પણ કોમેડી કરતાં જોવા મળ્યા હતા. પરંતુ તે એક એવા વર્સિટાઇલ એક્ટર છે જે કોઇપણ રોલમાં ફીટ થઇ જાય છે ભલે તે કોમેડી હોય અથવા પછી વિલન કે પછી ચરિત્ર રોલ. ફિલ્મી પડદા પર તે જેટલા અલગ-અલગ રંગોમાં જોવા મળે છે તેમની અંગત જીંદગી પણ એટલી જ વર્સિટાઇલ છે. એક્ટર કોમેડિયન, મોડલ, રાજકારણીથી માંડીને સામાજિક કાર્યકર્તા પરેશ રાવલ રિયલ લાઇફમાં આ તમામ પાત્રોને ભજવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news