આમ તો છે આ સામાન્ય રુમ પણ અહીં એક કલાક પણ રોકાઈ નથી શકતું કોઈ, જાણો શું છે આ રુમનું રહસ્ય
Anechoic Chamber: આ જગ્યાને દુનિયાની સૌથી શાંત જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. જોકે આ જગ્યા એવી પણ છે કે જ્યાં કોઈ વ્યક્તિ એક કલાકથી વધારે રહી શકતી નથી. કારણ કે આ રૂમની અંદર જતાં જ તમારા શ્વાસ પણ અટકી શકે છે.
Anechoic Chamber: આજની દોડધામ ભરેલી જિંદગીમાં દરેક વ્યક્તિને આમ તો શાંતિની શોધ હોય છે. દોડધામથી થાક્યા પછી લોકો એવું ઈચ્છે કે એવી કોઈ જગ્યા હોય કે જ્યાં શાંતિ મળે તો જતું રહેવું. પરંતુ દુનિયામાં એક એવી જગ્યા પણ છે કે જે એટલી શાંત છે કે ત્યાં શાંતિના કારણે કોઈ વ્યક્તિ એક કલાક પણ રહી શકતું નથી. આમ તો દુનિયામાં એવી કોઈ પણ જગ્યા નહીં હોય જ્યાં સંપૂર્ણ શાંતિ હોય. ઘણી વખત જ્યારે તમે શહેરથી કોઈ ગ્રામ્ય વિસ્તારમાં જાવ તો તમને થોડી શાંતિની અનુભૂતિ થાય. તેથી જ લોકો રજાના સમય દરમિયાન આવી કોઈ જગ્યાએ જવાનું પસંદ કરે છે જ્યાં દોડધામ થી શાંતિ મળે. આજે તમને એક એવી જગ્યા વિશે જણાવીએ જેને દુનિયાની સૌથી શાંત જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. જોકે આ જગ્યા એવી છે કે જ્યાં કોઈ એક કલાકથી વધારે રહી શકતું નથી. કારણ કે આ રૂમની અંદર જતાં જ તમારા શ્વાસ પણ અટકી શકે છે.
આ પણ વાંચો :
Mercedes જ નહીં Rolls Royce કાર કરતાં પણ મોંઘું છે આ ગુલાબ, કિંમત છે 112 કરોડ
અહીં ભારતના રૂપિયાની છે બોલબાલા, ચિલ્લર લઈને જશો તો પણ મળશે રાજા જેવા ઠાઠ!
રસોડામાં રોજ વપરાતી આ વસ્તુ સફેદ થયેલા વાળને પણ કરશે કાળા
કઈ છે દુનિયાની સૌથી શાંત જગ્યા ?
જે જગ્યા ની વાત અહીં થઈ રહી છે તેને પ્રકૃતિએ નહીં પરંતુ માણસોએ બનાવી છે. વર્ષ 2015માં આ રૂમને માઈક્રોસોફ્ટ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ રૂમ વોશિંગટનના રેમન્ડમાં આવેલો છે. આ રૂમને Anechoic Chamber નામ આપવામાં આવ્યું છે. કારણ કે અહીં કોઈપણ પ્રકારનો અવાજ ઉત્પન્ન થતો નથી. આ રૂમ ની અંદર અવાજ તો દૂરની વાત છે પરંતુ ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો પણ પ્રવેશ કરી શકતી નથી. આ રૂમમાં એટલી શાંતિ છે કે વ્યક્તિના હાડકામાં આવતો અવાજ પણ સંભળાઈ શકે છે સાથે જ ધબકારા અને બ્લડ ફ્લોને પણ લોકો અનુભવી શકે છે. અરુણ ની સૌથી મોટી વાત તો એ છે કે અહીં કોઈપણ વ્યક્તિ એક કલાકથી વધુ રોકાઈ શકી નથી.
શું છે આ રૂમનું સિક્રેટ ?
આ રૂમની ખાસિયત એ છે કે તે છ લેયર કોન્ક્રીટ અને સ્ટીલથી ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્પ્રિંગની પણ મદદ લેવામાં આવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ રૂમમાં અંદરનું વાતાવરણ બહારના વાતાવરણ થી ખૂબ જ અલગ છે. રૂમની અંદર બહારનો કોઈ પણ પ્રકારનો અવાજ આવતો નથી.