નવી દિલ્હી: વિશ્વના સૌથી ખરાબ આતંકવાદી અલ કાયદાના વડા ઓસામા બિન લાદેનની ભત્રીજીએ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ને ટેકો આપ્યો છે. લાદેનની ભત્રીજી નૂર બિન લાદિને કહ્યું હતું કે જો બિડન સત્તા પર આવે તો અમેરિકાને 9/11 જેવા બીજા હુમલાનો સામનો કરવો પડી શકે છે. નૂરે કહ્યું કે માત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જ અમેરિકાની સુરક્ષા કરી શકે છે, બિડન નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- સીમાઓ પર તૈયાર ભારતીય સેના, પડોશીઓના હિતોનું રક્ષણ કરવા માટે સક્ષમ: CDS બિપિન રાવત


નૂરે અમેરિકાને આપી ચેતવણી, વામપંથી કરી દેશે દેશને બરબાદ
નૂર બિન લાદિને તેના પ્રથમ સાર્વજનિક ઇન્ટરવ્યૂમાં જો બિડન પર નિશાન સાધ્યું છે. તેણે કહ્યું કે, અમેરિકાને વામપંથી સરકારની જરૂરીયાત નથી, કેમ કે, તેનાથી વંશીય ભેદભાવ વધી શકે છે.


આ પણ વાંચો:- એક લેટરથી મોટો ધડાકો, હિજબુલ ચીફ વિશે પાકિસ્તાન-ISIના જૂઠ્ઠાણાનો પર્દાફાશ


ઓબામા-બિડનના રાજમાં આઇએસઆઇએસ થયું હતું મજબૂત: નૂર
નૂર બિન લાદિન તેના આતંકવાદી કાકા લાદેનના ઉપનામને લાદિનમાં બદલ્યું છે. તેણે કહ્યું કે અમેરિકામાં જ્યારે બરાક ઓબામા અને જો બિડનની વામપંથી સરકાર હતી, ત્યારે આઇએસઆઇએસનો વિસ્તાર થયો અને તે યૂરોપ સુધી પહોંચી ગયા.


આ પણ વાંચો:- ભારત-ઈરાન આ દેશમાં શાંતિ માટે કરશે કામ, ચીનને વધુ એક ઝટકો!


ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનનું જણાવ્યું કારણ
નૂર બિન લાદિને જણાવ્યું કે તે કેમ ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન કરે છે. નૂરે કહ્યું કે ટ્રમ્પના શાસનમાં અમેરિકા સુરક્ષિત છે. કેમ કે, ટ્રમ્પ સરકારે દેશને બહારના ખતરાથી બચાવ્યો છે અને આતંકવાદના મૂળ પર પ્રહાર કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પને ફિરથી એટલા માટે ચૂંટવામાં આવે કેમ કે, તેમની સરાકર ના માત્ર અમેરિકા, પરંતુ સમગ્ર પશ્ચિમી સભ્યતાને બચાવવા માટે જરૂરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર