સેંટ જોન્સ : પંજાબ નેશનલ બેંક (PNB) ગોટાળા મુદ્દે આરોપી મેહુલ ચોક્સી એટીગુઆમાં રહી રહ્યો છે અને તેને ત્યાંની નાગરિકતા પણ મળી ચુકી છે. એટીગુઆ સરકારે પહેલીવાર અધિકારીક રીતે તેની પૃષ્ટી કરી છે. એટીગુઆ સરકારે પોતાના ત્યાં મેહુલ ચોક્સીનાંહોવાની માહિતી ઇન્ટરપોલને આપી. ત્યાર બાદ ઇન્ટરપોલે આ માહિતી ભારતને આપી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત અઠવાડીયે સીબીઆઇએ નેશનલ ક્રાઇમ બ્યૂરો (એનસીબી) દ્વારા એટીગુઆ સરકારને પત્ર લખ્યો હતો અને મેહુલ ચોક્સીની હાજરી અંગે માગીં હતી, ત્યાર બાદ ઇન્ટરપોલે ભારતને આ અંગે માહિતી આપી હતી. એટીગુઆ તંત્રએ ઇન્ટરપોલ દ્વારા ભારતને જણાવ્યું કે, મેહુલ ચોક્સી તેનાં દેશમાં જ છે અને હવે તેને નાગરિકતા પણ મળી ચુકી છે. 

એંટીગુઆ સરકારે ત્યા સુધી મેહુલ ચોક્સીના પોતાનાં દેશમાં હાજર થવાની વાત અધિકારીક રીતે નથી કહી, જ્યા સુધી તેને આ અંગે કોઇ સંપર્ક કરવામાં નથી આવ્યો. જો કે તે અગાઉ એન્ટીગુઆના અધિકારીઓએ સ્થાનીક મીડિયાને કહ્યું કે, મેહુલ ચોક્સીનાં પ્રત્યાર્પણ મુદ્દે ભારત સરકારની દરેક કાયદાકીય અપીલનું સન્માન કરવામાં આવશે. ભલે આ બાબતે બંન્ને દેશોની વચ્ચે કોઇ દ્વિપક્ષીય સંધી નથી.

વરિષ્ઠ અધિકારીઓનાં અનુસાર આ અધિકારીક પૃષ્ટીથી મેહુલ ચોક્સીનાં પ્રત્યાર્પણમાં ભારતીય એઝન્સીઓ અને સરકારને મદદ મળશે. સાથે જ આંતરરાષ્ટ્રીય મંચ પર મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ મુદ્દે મજબુતી સાથે ઉઠાવવામાં આવી શકશે. બીજી તરફ ઇજીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘના ભ્રષ્ટાચાર વિરુદ્ધ સમ્મેલન હેઠળ મેહુલ ચોક્સીનાં પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. 

ભારતને આ રસ્તો એટલા માટે અપનાવવો પડી રહ્યો છે કારણ કે એન્ટીગુઆ અને ભારત વચ્ચે પ્રત્યાર્પણ મુદ્દે કોઇ પ્રકારની સમજુતી  નથી. જો કે બંન્ને દેશ સંયુક્ત રાષ્ટ્ર સંઘના ભ્રષ્ટાચાર વિરુદ્ધ સમ્મેલન હેઠળ આવે છે. સોલમાં થયેલા જી20 સમ્મેલન દરમિયાન ભારતે UNCAC સંઘિ અંગે સંમતી વ્યક્ત કરતા અંગે તેના પર હસ્તાક્ષર કર્યા હતા અને એન્ટીગુઆએ પણ આ અંગે સંધી કરી છે. જેના હેઠળ હસ્તાક્ષર કરનારા દેશોને સંયુક્ત રાષ્ટ્રની સંઘીને માનવી પડશે અને તેણે પોતાના દેશમાં લાગુ પણ કરવી પડશે.