Apple-Amazon એ `પાર્લર` એપને પોતાના પ્લેટફોર્મ પર હટાવી,જણાવ્યું આ કારણ
આઇટી સેક્ટરની દિગ્ગજ કંપનીઓ એપલ (Apple) અને અમેઝોન (Amazon)એ માઇક્રો બ્લોગિંગ સોશિયલ મીડિયા એપ પાર્લર (Parler)ને હિંસાની ધમકીઓ તથા અવૈધ ગતિવિધિઓના લીધે પોત-પોતાના પ્લેટફોર્મ પરથી દૂર કરી દીધી છે.
વોશિંગ્ટન: આઇટી સેક્ટરની દિગ્ગજ કંપનીઓ એપલ (Apple) અને અમેઝોન (Amazon)એ માઇક્રો બ્લોગિંગ સોશિયલ મીડિયા એપ પાર્લર (Parler)ને હિંસાની ધમકીઓ તથા અવૈધ ગતિવિધિઓના લીધે પોત-પોતાના પ્લેટફોર્મ પરથી દૂર કરી દીધી છે.
જોકે પાર્લરને ટ્વિટરની પ્રતિસ્પર્ધી ગણવામાં આવે છે. અમેરિકામાં તાજેતરમાં રાજકીય ઘટનાક્રમ બાદ ફેસબુક (Facebook), ટ્વિટર (Twitter) અને ઇંસ્ટાગ્રામ (Instagram) જેવી લીડિંગ સોશિયલ મીડીયા પ્લેટફોર્મએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ના એકાઉન્ટને હટાવી દીધું છે. ત્યારબાદ ટ્રમ્પના સમર્થક પાર્લર પર જમા થઇ રહ્યા છે.
Virat Kohli અને Anushka Sharma ના ઘરે જન્મ લેશે નાની પરી? જાણો ભવિષ્યવાણી
6 જાન્યુઆરીના રોજ આ એપનો થયો હતો ઉપયોગ
આ પગલું એપલ દ્વારા પાર્લરને ચેતાવણી આપવા માટે એક દિવસ બાદ ભરવામાં આવ્યું છે. એપલે તે સમયે ચેતાવણીમાં કહ્યું હતું, એવી ઘણી ફરિયાદો મળી છે કે પાર્લર પર આપત્તિજનક પોસ્ટ કરવામાં આવી રહી છે. એ પણ આરોપ છે કે 6 જાન્યુઆરીના રોજ વોશિંગ્ટન ડીસીમાં થયેલી ઘટનાની યોજના બનાવવામાં પાર્લર એપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઇએ કે પાર્લર એપ દક્ષિણપંથીઓ અને ચરમપંથીઓમાં ખૂબ વધુ ચર્ચિત છે.
ટ્રેનના સીટ કવરથી બનાવ્યું બોલ્ડ Crop Top, સોશિયલ મીડિયા પર ફોટો થયો વાયરલ, જાણો પછી શું થયું
એપલ અને અમેઝોન પ્લેટફોર્મ પરથી પાર્લર થયું ગાયબ
એપલે એક નિવેદનમાં જણાવ્યું કે અમે હંમેશાથી જ આ વાતનું સમર્થન કર્યું છે કે અમારા મંચ પર ડાઇવર્સ વિચારધારાને પ્રતિનિધિત્વ મળે, પરંતુ અમારા મંચ પર હિંસા તથા અવૈધ ગતિવિધિઓ માટે કોઇ સ્થાન નથી. આ દરમિયાન અમેઝોને પણ પોતાની અમેઝોન વેબ સર્વિસિઝ પરથી પાર્લરને દૂર કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube