ચીનમાં કોરોનાથી હડકંપ, Apple ફેક્ટરીમાં લૉકડાઉનના ડરથી દીવાલ કૂદી ભાગી રહ્યાં છે કર્મચારી, જુઓ Video
લૉકડાઉનને કારણે ફેક્ટરીની અંદર ફસાયેલા ન રહી જાય તે ડરથી લોકો દીવાલ કૂદી ભાગી રહ્યાં છે. ડીની મીડિયા રિપોર્ટ પ્રમાણે આવનારા મહિનામાં એપલની મહત્વની પ્રોડક્ટ્સનું ઉત્પાદન ધીમુ થઈ શકે છે.
બેઇજિંગઃ ચીનમાં કોવિડ-19 પર નિયંત્રણ મેળવવા માટે શહેરોમાં વારંવાર લૉકડાઉન લાગૂ કરવામાં આવી રહ્યું છે. લૉકડાઉનના પ્રતિબંધોથી ચીનના લોકો એ રીતે પરેશાન છે કે તેનાથી બચવા માટે પોતાનો જીવ જોખમમાં મુકવા માટે પણ તૈયાર છે. નવો મામલો ચીન સ્થિત દુનિયાની સૌથી મોટી એપલ ફેક્ટરીનો છે. મધ્ય ચીની શહેર ઝેંગ્ઝૌ (Zhengzhou) માં બનેલી આઈફોન ફેક્ટરીમાં કોરોના લૉકડાઉન અને સંક્રમણના ડરથી ગભરાયેલા કર્મચારી પલાયન કરી રહ્યાં છે. લૉકડાઉનને કારણે ફેક્ટરીની અંદર ફસાયેલા ન રહી જાય તે ડરથી દીવાલો કૂદી ભાગી રહ્યાં છે. ચીની મીડિયા પ્રમાણે આવનારા મહિનામાં એપલના પ્રમુખ ડિવાઇસનું ઉત્પાદન ધીમુ થઈ શકે છે.
ફોક્સકોન ટેક્નોલોજી ગ્રુપ આ પ્લાન્ટ ચલાવે છે. તેણે રવિવારે ઘરે પરત જવા ઈચ્છતા શ્રમિકો માટે બસોની વ્યવસ્થા કરવાનું વચન આપ્યું હતું. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે લોકો ચાલીને જઈ રહ્યાં છે. લોકો પ્રતિબંધોથી બચવા માટે દીવાલ કૂદીને ભાગી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો પ્રમાણે એપલનો કર્મચારી ફેક્ટરીની બાઉન્ડ્રીવોલ અને ફેન્સિંગને કૂદીને ત્યાંથી ભાગી રહ્યાં છે. આ દરમિયાન ઘણા કર્મચારીઓને ઈજા પણ પહોંચી હતી.
ચિક્કાર દારૂ પીને વિયાગ્રા લઈ લીધી અને જોશમાં હોશ ગુમાવી બેઠું કપલ, પછી જે થયું....
કંપનીની નોટિસ પ્રમાણે ફોક્સકોને કેમ્પસ છોડનારા કર્મચારીઓ માટે સાત પિકઅપ પોઈન્ટ બનાવ્યા છે. હેનાનના અન્ય શહેરોમાં સ્થાનીક અધિકારી પણ લોકોને તેના ઘરે પહોંચાડવા માટે બસોની વ્યવસ્થા કરી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube