ચિક્કાર દારૂ પીને વિયાગ્રા લઈ લીધી અને જોશમાં હોશ ગુમાવી બેઠું કપલ, પછી જે થયું....

Weird News UK: બ્રિટનમાં પોતાના જીવનના ખાસ દિવસે એક કપલે જોશમાં અને જોશમાં એવા હોશ ગુમાવ્યા કે ત્યારબાદ મળેલું દર્દ કદાચ જીવનભર ભૂલી નહીં શકે. લિવરપુલમાં રહેતું એક કપલ આ વર્ષે પોતાની ત્રીજી એનવર્સરી મનાવવા માટે ખુબ ઉત્સાહિત હતું.

ચિક્કાર દારૂ પીને વિયાગ્રા લઈ લીધી અને જોશમાં હોશ ગુમાવી બેઠું કપલ, પછી જે થયું....

Weird News UK: બ્રિટનમાં પોતાના જીવનના ખાસ દિવસે એક કપલે જોશમાં અને જોશમાં એવા હોશ ગુમાવ્યા કે ત્યારબાદ મળેલું દર્દ કદાચ જીવનભર ભૂલી નહીં શકે. લિવરપુલમાં રહેતું એક કપલ આ વર્ષે પોતાની ત્રીજી એનવર્સરી મનાવવા માટે ખુબ ઉત્સાહિત હતું. બંનેએ ઉજવણી માટે જબરદસ્ત તૈયારી કરી હતી. આ બધા વચ્ચે અતિઉત્સાહમાં પહેલા તો બંનેએ ખુબ દારૂ પીધો અને ત્યારબાદ ઓનલાઈન વિયાગ્રા ઓર્ડર કરી નાખી. 

ધ સનમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ રોબ એન્ડ્રયુ અને તેની 25 વર્ષની ગર્લફ્રેન્ડ ઈસાબેલ વૂલ્ફે પોતાના સંબંધની ત્રીજી એનવર્સરી ઉજવવા માટે ખુબ તૈયારીઓ કરી હતી. આ માટે તેમણે અનેક દિવસ પહેલા શહેરથી દૂર એક હોટલમાં રૂમ બૂક કરાવી લીધો હતો. જ્યાં મ્યૂઝિક અને લાઈટિંગની જબરદસ્ત વ્યવસ્થા હતી. પોતાના સ્પેશિયલ દિવસને સુપર સ્પેશિયલ બનાવવા માટે તેઓ હોટલમાં ઢગલો સામાન સાથે પહોંચ્યા હતા. 

હોસ્પિટલ પહોંચ્યા બાદ આ કપલે જણાવ્યું કે પહેલા તો તેમણે ગણતરીના કલાકોમાં જ દારૂની 3 બોટલો ગટકી નાખી. ત્યારબાદ વિયાગ્રા ખાધા પછી બંને એક બીજાની નજીક આવવા લાગ્યા હતા. શાંતિની અંતરંગ પળો દરમિયાન બોયફ્રેન્ડ લોહીલૂહાણ થઈ ગયો. વાત જાણે એમ હતી કે આ બધામાં બોયફ્રેન્ડ રોબનો પ્રાઈવેટ પાર્ટ ફ્રેક્ચર થઈ ગયો. ત્યારબાદ તરત એમ્બ્યુલન્સ બોલાવીને તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. 

અત્રે જણાવવાનું કે ત્યારબાદ રોબ લાંબા સમય સુધી સારવાર હેઠળ રહ્યો. તેને ડોક્ટરોએ ખુબ સલાહ સૂચનો આપીને ડિસ્ચાર્જ કર્યો. સમયસર સારવાર મળવાના કારણે થોડા દિવસની સારવાર બાદ તે રિકવર થવા લાગ્યો હતો. પ્રાઈવેટ પાર્ટ ફ્રેક્ચર થવાની ઘટના ઓછી જોવા મળતી હોય છે. પરંતુ ડોક્ટરોનું એવું પણ કહેવું છે કે અનેકવાર લોકો શરમના કારણે હોસ્પિટલ જતા નથી. પરંતુ આવી ભૂલ કરવી જીવલેણ પગલું સાબિત થઈ શકે છે. 

અત્રે જણાવવાનું કે શારીરિક સંબંધ બનાવવા દરમિયાન પ્રાઈવેટ પાર્ટ ફ્રેક્ચર થવાની આવી જ એક ઘટના 2021માં પણ જોવા મળી બહતી જેમાં બ્રિટનમાં એક વ્યક્તિ સાથે આવું થયું હતું. વ્યક્તિનો રિપોર્ટ બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news