એપ્રિલનો મહિનો કુદરતી ઘટનાઓથી ભરેલો રહ્યો, ગ્લોબલ વોર્મિગના કારણે ઋતુ ચક્ર વેરવિખેર
આખો એપ્રિલ મહિનો આખી દુનિયામાં કુદરતી ઘટનાઓએ ભારે કહેર મચાવ્યો... જેમાં ક્યાંક પૂર આવ્યું... તો ક્યાંક ભૂકંપ.. ક્યાંક તોફાન.... તો ક્યાંક અનરાધાર વરસાદ. આફ્રિકા હોય કે ચીન. રશિયા હોય કે તાઈવાન.... યૂરોપ હોય કે અમેરિકા.... દુનિયાનો કોઈપણ ખૂણો એવો નથી રહ્યો જ્યાં મોસમના બદલાયેલા મિજાજે અજીબોગરીબ રંગ બતાવ્યા... જેના કારણે લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો.
નવી દિલ્હીઃ એપ્રિલનો આખો મહિનો કુદરતી ઘટનાઓથી ભરેલો રહ્યો...કેમ કે દુનિયાએ 30 દિવસ દરમિયાન 11 કુદરતી ઘટનાઓનો સામનો કર્યો... રણવિસ્તારમાં 2 વર્ષનો વરસાદ 1 દિવસમાં પડી ગયો... તો દુબઈમાં પણ બે વખત ભારે વરસાદથી ભારે તારાજી સર્જાઈ... અમેરિકા અને ચીનમાં ટોર્નેડોએ કોહરામ મચાવ્યો.... ત્યારે કયા દેશોમાં કુદરતનો કેવો કહેર જોવા મળ્યો?.. જોઈશું આ અહેવાલમાં....
પૂર્વ આફ્રિકાના દેશ કેન્યામાં પૂરના પાણીએ સૌથી વધારે કહેર મચાવ્યો.... 40 વર્ષથી અહીંયા દુકાળની સ્થિતિ હતી.... પરંતુ આ વર્ષે વરસાદ પડતાં લોકોએ રાહત અનુભવી પરંતુઅ અનરાધાર વરસાદે ભારે તબાહી મચાવી.... જેમાં 180 લોકોના મોત થયા... તો કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો....
આવી જ કંઈક સ્થિતિ અન્ય દેશોમાં પણ જોવા મળી.... રશિયા અને કઝાખસ્તાનમાં દાયકાઓનો રેકોર્ડ તૂટી ગયો... અહીંયા અનેક દાયકામાં પહેલીવાર આ પ્રકારનું પૂર આવ્યું... જેમાં કઝાખસ્તાનમાં 7 લોકોના મોત થયા... તો બંને દેશોમાં લાખો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનો વારો આવ્યો.
મિડલ ઈસ્ટના શહેર ઓમાનમાં કુદરતનો ક્રૂર મિજાજ જોવા મળ્યો... અચાનક ધોધમાર વરસાદ બાદ પૂરના કારણે સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ... કુદરતના પ્રકોપના કારણે સ્કૂલના 9 બાળકો સહિત 17 લોકોના મોત થયા.
17 એપ્રિલે દુબઈમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર રૂપ બતાવ્યું... જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી... તો એરપોર્ટ, મેટ્રો સ્ટેશન, મોલ, રસ્તા, વ્યાપારી એકમોમાં પૂરના પાણી ઘૂસી ગયા.... જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.... ક્લાઉડ સીડિંગમાં ગરબડના કારણે મિડલ ઈસ્ટનું દુબઈ શહેર પાણીમાં ડૂબી ગયું.
તાઈવાનમાં 3 એપ્રિલે 7.2ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો... જેના કારણે અનેક હાઈરાઈઝ બિલ્ડીંગ નમી ગઈ તો અનેક ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ.... 25 વર્ષમાં પહેલીવાર આવેલા શક્તિશાળી ભૂકંપે ભારે તારાજી સર્જી....
અમેરિકાના રાજ્ય આયોવા અને ઓક્લાહોમામાં વાવાઝોડાના કારણે તબાહી સર્જાઈ... એકસાથે આવેલા 35થી વધુ તોફાનના કારણે 4 લોકોનાં મોત થયા જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા... ટોર્નેડોના કારણે એકલા સલ્ફર શહેરમાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વાવાઝોડાએ અહીંયાની મોટાભાગની ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે અને પાંચ હજારથી વધુ લોકો બેઘર થઈ ગયા.
પાડોશી દેશ ચીનમાં કુદરતે કાળો કહેર મચાવ્યો છે.... કેમ કે 22 એપ્રિલે આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે અનેક પ્રાંતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ .... તો 44 જેટલી નદીઓ ખતરાના નિશાન પરથી વહી.... તે સમયે પાણી ભરાઈ જતાં 1000થી વધારે શાળાઓ બંધ કરવાની નોબત આવી... કુદરતના કહેરથી ચીનને 165 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું હતું. ચીનના વધુ એક પ્રાંત ગુઆંગડાંગમાં પહેલાં ભયાનક ચક્રવાત આવ્યો... ત્યારબાદ બીજા પ્રાંત ગુઆંગઝૂમાં ખતરનાક વાવાઝોડું ફૂંકાયું... આ કુદરતી આફતમાં 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો.
ફિલિપાઈન્સમાં હાલના સમયે અલ-નીનોના કારણે ભયાનક ગરમી પડી રહી છે... રસ્તા પર ગાડીઓ આપોઆપ સળગી રહી છે... અનેક બિલ્ડીંગમાં આગની ઘટનાઓ પર સામે આવી રહી છે... જાન્યુઆરીથી એપ્રિલ સુધી 100થી વધારે આગની ઘટનાઓ નોંધાઈ ચૂકી છે... કાળઝાળ ગરમીના કારણે નાના-મોટા, બાળકો, વિદ્યાર્થીઓ તમામ લોકોને પારાવાર મુશ્કેલી સહન કરવી પડી રહી છે....
જે પ્રમાણે એપ્રિલ મહિનો કુદરતી ઘટનાઓથી ભરેલો રહ્યો... તેવી જ રીતે આગામી સમય પણ માનવજાત માટે મોટી આફત લઈને આવવાનો છે... કેમ કે ગ્લોબલ વોર્મિગના કારણે ઋતુ ચક્ર ફરી ગયું છે... તેના કારણે લોકોને કુદરતી ઘટનાઓ સામે લડવા માટે હંમેશા તૈયાર રહેવું પડશે.