Asteroid Alert: 2024 ME1 નામનો એક એસ્ટેરોઈડ ઝડપથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે. 86.76 ફૂટ વ્યાસવાળા આ એસ્ટેરોઈડની ઝડપ 30,204 કિલોમીટર પ્રતિ કલાક છે. લગભગ આઠ માળના બિલ્ડિંગ જેટલો મોટો આ એસ્ટેરોઈડ ધરતીથી ઘણો દૂરથી પસાર થશે અને તેનાથી કોઈ જોખમ નથી 10 જુલાઈના રોજ 14:51 UTC પર તે પૃથ્વીથી સૌથી નજીક હશે. તે સમયે ધરતીથી એસ્ટેરોઈડનું અંતર લગભગ 43.5 લાખ કિલોમીટર હશે. બહુ શક્ય હશે તો તે ધરતીથી 43.1 લાખ કિલોમીટર નજીકથી પસાર થશે. ધરતીથી તેનું મહત્તમ અંતર 43.9 લાખ કિલોમીટર હશે. વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ પૃથ્વી નજીકથી પસાર થતી વખતે એસ્ટેરોઈડની સ્પીડ 8.39 કિલોમીટર પ્રતિ સેકન્ડ હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કયા પ્રકારનો છે એસ્ટેરોઈડ?
2024 ME1 અમોર ગ્રુપનો એસ્ટેરોઈડ છે. આ એવા એસ્ટેરોઈડ હોય છે જેની કક્ષા અને ધરતીની કક્ષા એક બીજાથી નજીક હોય છે પરંતુ તેઓ તેને પર કરતા નથી. આવા એસ્ટેરોઈડ સામાન્ય રીતે ધરતીના રસ્તેથી અલગ રહીને સૂર્યની પરિક્રમા કરે છે. આવામાં જ્યારે તેઓ પૃથ્વીની નજીકથી પસાર થાય છે ત્યારે એસ્ટ્રોનોમર્સનો રસ વધી જાય છે. 


હવે ક્યારે પૃથ્વીની નજીક આવશે?
10 જુલાઈ 2024 બાદ આ એસ્ટેરોઈડ (2024 ME1) આગામી વખત 9 ડિસેમ્બર 2027ના રોજ ધરતીની નજીકથી પસાર થશે. તે વખતે તે પૃથ્વીથી લગભગ 68.67 મિલિયન કિમી દૂર હશે. 2027માં તે ધરતીની લગભગ 67.39 મિલિયન કિલોમીટર નજીક સુધી આવી શકે છે. તે વખતે 2024 ME1 ની મહત્તમ ઝડપ 9.31 કિલોમીટર પ્રતિ સેકન્ડ હશે. 


એસ્ટેરોઈડની ટક્કર શક્ય છે: ઈસરો ચીફ
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) ના ચેરમેન એસ સોમનાથના જણાવ્યાં મુજબ આપણે કોઈ એસ્ટેરોઈડની પૃથ્વી સાથે સંભવિત ટક્કર માટે તૈયાર રહેવું જોઈએ. તેમણે જણાવ્યું કે હાલમાં જ તેમણે શૂમેકર-લેવી નામના એક એસ્ટેરોઈડને બૃહસ્પતિ (Jupiter) સાથે ટકરાતા જોયો. તેમણે કહ્યું કે જો  આવી ઘટના પૃથ્વી સાથે થઈ તો આપણે બધા વિલુપ્ત થઈ જઈશું.