વોશિંગ્ટન: આકાશમાંથી એક વિશાળકાય આફત ઝડપથી પૃથ્વી તરફ આગળ વધી રહી છે. આ આફત છે 4660 Nereus નામનો એસ્ટેરોઈડ, જે ફ્રાન્સના એફિલ ટાવરથી પણ મોટો છે. આ એસ્ટેરોઈડ આ અઠવાડિયાના અંતમાં ધરતીની ખુબ નજીક પહોંચે તેવી સંભાવના છે. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ પણ એસ્ટેરોઈડને સંભવિત જોખમ ગણાવ્યો છે. NASA નું કહેવું છે કે એસ્ટેરોઈડ 11 ડિસેમ્બરના રોજ પૃથ્વીની કક્ષા નજીકથી પસાર થાય તેવી સંભાવના છે. જો કે તે ધરતીના વાયુમંડળમાં પ્રવેશ નહીં કરે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આટલા અંતરથી પસાર થશે Asteroid
અમારી સહયોગી વેબસાઈટ WION માં છપાયેલા ખબર મુજબ NASA એ જણાવ્યું કે 4660 Nereus એસ્ટેરોઈઢનો વ્યાસ 330 મીટરથી વધુ છે. આ એસ્ટેરોઈડ લગભગ 3.9 મિલિયન કિલોમીટરના અંતરથી પૃથ્વી નજીકથી પસાર થશે. તેનાથી આપણી ધરતીને કોઈ તત્કાળ જોખમ નથી. 4660 Nereus નો પૂર્ણ પરિમાણ 18.4 છે. નાસા 22થી ઓછા પરિમાણવાળા એસ્ટેરોઈડને સંભવિત રીતે ખતરનાકની શ્રેણીમાં રાખે છે. 


OMG: અહીં લાફા ખાઈને મહિલાઓ વધારે છે પોતાનું સૌંદર્ય, 50 લાફા ખાવાથી વધે છે ગજબની સુંદરતા!


નાસા રાખી રહ્યું છે બાજ નજર
Asteroid 4660 Nereus ને પહેલીવાર 1982માં શોધવામાં આવ્યો હતો. આ એસ્ટેરોઈડ વિશેષ છે, એટલા માટે નહીં કે તે ખતરનાક છે પરંતુ એટલા માટે કારણ કે તે પૃથ્વીની નજીકથી સાપેક્ષ આવૃત્તિની સાથે પસાર થાય છે. સૂર્યની ચારેબાજુ તેની 1.82 વર્ષની કક્ષા લગભગ દર 10 વર્ષે તેને આપણી નજીક લાવે છે. જો કે અંતરિક્ષ વિજ્ઞાનની દ્રષ્ટિએ તેનું 'નજીક હોવું' પણ એક સુરક્ષિત અંતર છે. 1982થી જ NASA અને જાપાની સ્પેસ એજન્સી JAXA તેના પર નજર રાખી રહ્યા છે. 


CBSE CLASS 12TH EXAM: 12મા ધોરણની પરીક્ષામાં ગુજરાત તોફાનો પર પૂછાયેલા એક સવાલથી હંગામો, CBSE એ કહ્યું- કાર્યવાહી થશે


4 માઈલ પ્રતિ સેકન્ડની ઝડપ
એસ્ટેરોઈડ 4660 Nereus પૃથ્વીની તરફ લગભગ ચાર માઈલ પ્રતિ સેકન્ડની ઝડપથી આગળ વધી રહ્યો છે. NASA એ તેને ખતરનાકની શ્રેણીમાં રાખ્યો છે. જો કે આ એસ્ટેરોઈડ પૃથ્વીથી 3.93 મિલિયન કિલોમીટરના અંતરથી પસાર થશે. તે પૃથ્વીના ચંદ્રથી અંતરના લગભગ 10 ગણું વધુ અંતર છે. આમ છતાં NASA એ તેને જોખમ ગણાવ્યું છે. નોંધનીય છે કે એસ્ટેરોઈડ એવા પથ્થર હોય છે જે કોઈ ગ્રહની જેમ જ સૂરજના ચક્કર મારે છે પરંતુ તે આકારમાં ગ્રહોથી ખુબ નાના હોય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube