ઝી બ્યૂરો, અમદાવાદઃ અંતરિક્ષની દુનિયામાં ખગોળશાસ્ત્રીઓએ વધુ એક કામયાબી હાંસિલ કરી. હાલમાં જ ખગોળશાસ્ત્રીઓએ એક સમૂહના એક એવા પિંડની શોધ કરી છે, જે આપણા સૌરમંડળમાં સૌથી દૂરનો પિંડ છે. આ ખગોળીય પિંડનું નામ ‘ફારફારઆઉટ’ (Farfarout) રાખ્યું છે. ‘ફારફારઆઉટ’ સૂર્ય અને પ્લૂટોની વચ્ચે જેટલુ અંતર છે તેનાથી પણ ચાર ગણે દૂર આવેલો છે. વધુ અંતર હોવાના કારણે તેને સૂર્યની પરિક્રમા પૂરી કરવામાં એક હજાર જેટલો સમય લાગે છે. વૈજ્ઞાનિકોએ બે વર્ષના અભ્યાસ બાદ આ વાતની પુષ્ટી કરી છે. વૈજ્ઞાનિકો અનુસાર સૌર મંડળમાં શોધેલો આ ફારફારઆઉટ પિંડ પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતરની સરખામણીએ 132 ગણો વધારે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એટલો નાનો કે સરળતાથી દેખાતો પણ નથી
સૌરમંડળમાં સૌથી દૂર જોવા મળેલો પિંડ ફારફારઆઉટ કદમાં એટલો નાનો છે કે તે સરળતાથી દેખાતો પણ નથી. એક અનુમાન મુજબ તેનો વ્યાસ અંદાજે 400 કિલોમીટરની આસપાસ છે. આ આકાશીય પિંડ પ્લૂટોની શ્રેણીમાં આવે છે. વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે, આગામી સમયમાં આ પિંડના અભ્યાસથી વધુ ચોંકાવનારા રહસ્ય સામે આવી શકે છે.


આ પિંડને સમજવામાં લાગશે હજુ થોડો સમય
વૈજ્ઞાનિકો અનુસાર, સૌરમંડળમાં સૌથી દૂર જોવા મળેલા ફારફારઆઉટ પિંડના સંપૂર્ણ અભ્યાસ માટે હજુ ઘણો સમય લાગશે. ત્યારબાદ પિંડને કોઈ સ્થાયી નામ આપવામાં આવશે. આ પિંડની ગતિ ખૂબ જ ધીમી છે. અને તેને સમજવા માટે આખી એક ટીમ રિસર્ચ કરી રહી છે.


કપિલના શોમાં ફરી દેખાશે ગુથ્થી, કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર આ સ્ટારે કરાવી દોસ્તી


ત્રણ વર્ષ પહેલા જ શોધાયો હતો એક આવો પિંડ
ખગોળવિદોની એક ટીમે હવાઈ યુનિવર્સિટી અને કારનેગી ઈન્સ્ટિટ્યૂશન ફોર સાયન્સ અને નોર્દર્ન એરિજોના યુનિવર્સિટીની સાથે મળીને રિસર્ચ કરી રહી હતી. આ વૈજ્ઞાનિકોનું કામ સૌરમંડળની બહાર અને પ્લૂટોની આગળના ક્ષેત્રોના પર્યવેક્ષણ કરવાનું હતું. આ પહેલા ખગોળશાસ્ત્રીઓએ વર્ષ 2018માં સૌરમંડળની દૂર આવેલા નાના ગ્રહ ફારઆઉટની શોધ કરી હતી. તે સમયે શોધાયેલા ફારઆઉટ ગ્રહને સૌરમંડળનો સૌથી દૂરનો ગ્રહ માનવામાં આવતો હતો. ફારઆઉટ પૃથ્વી અને સૂર્યથી 128 ગણા અંતરે આવેલો છે. ‘ફારઆઉટ’ અને ‘ફારફારઆઉટ’ બંને પિંડની શોધ એક જ વૈજ્ઞાનિકે કરી છે. વૈજ્ઞાનિક આ પિંડ અંગે લાંબા સમયથી અધ્યયન કરી રહ્યા છે.


રેડ બિકિનીમાં છવાયો મૌનીનો ગ્લેમરસ લુક, દુબઈના ખૂબસૂરત લોકેશનથી શેર કર્યા ફોટોસ


ત્રણ વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો
ફારઆઉટનો આ રેકોર્ડ હવે ફારફારઆઉટે તોડી દીધો. યુનિવર્સિટી ઓફ હવાઈએ પોતાના તરફથી એક નિવેદન જારી કરીને જણાવ્યુ કે, ફારફારઆઉટ વર્ષ 2018માં અવલોકિત કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારે સંશોધનકર્તા માત્ર તેની કક્ષા અને અંતરનું આંકલન કરી શક્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube