રેડ બિકિનીમાં છવાયો મૌનીનો ગ્લેમરસ લુક, દુબઈના ખૂબસૂરત લોકેશનથી શેર કર્યા ફોટોસ

બોલિવુડ અભિનેત્રી મૌની રોય સોશિયલ મીડિયા પર કોઈ ને કોઈ રીતે ચર્ચામાં રહે છે. તેના ગ્લેમરસ પોટો ઈન્ટરનેટ પર ઘણા વાયરલ થતા રહે છે.

રેડ બિકિનીમાં છવાયો મૌનીનો ગ્લેમરસ લુક, દુબઈના ખૂબસૂરત લોકેશનથી શેર કર્યા ફોટોસ

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી મૌની રોય સોશિયલ મીડિયા પર કોઈ ને કોઈ રીતે ચર્ચામાં રહે છે. તેના ગ્લેમરસ પોટો ઈન્ટરનેટ પર ઘણા વાયરલ થતા રહે છે. હવે ફરી એકવાર મૌનીના બિકીની ફોટો ધમાલ મચાવી રહ્યા છે. અભિનેત્રીએ દુબઈના ખૂબસૂરત લોકેશન પર રેડ ફ્લોરલ બિકીનીમાં પોતાના ફોટો શેર કર્યા છે.
 
1. સમુદ્ર કિનારે મસ્તીના મૂડમાં મૌની
મૌનીએ સમુદ્ર કિનારે રેતી પર મસ્તી કરતાં સાંજના સમયે સૂર્ય પ્રકાશની વચ્ચે આ ફોટો શેર કર્યા છે. તેણે એક પછી એક તસવીરો શેર કરી છે. જેમાં તે અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.

2. દરેક ફોટો સાથે મજેદાર કેપ્શન
મૌની રોયે દરેક ફોટોની સાથે મજાના કેપ્શન આપ્યા છે. વિક્ટરી પોઝ આપતાં તેણે કેપ્શનમાં લખ્યું - સનસેટની પાછળ ભાગતા. જ્યારે બીજા ફોટોમાં સમુદ્ર કિનારે તે રેતી પર સૂતેલી દેખાય છે. આ ફોટો પર તેણે લખ્યું છે - સમુદ્રમાં એક ગીત ગાનારા પક્ષીની જેમ.

3. દુબઈ બીચ પર ફૂલ એન્જોય
આ તસવીરોમાં મૌની રોયનો ચહેરો સ્પષ્ટ જોવા મળતો નથી. પરંતુ તેની અદાઓ લાજવાબ છે. ફોટો જોઈને અંદાજ લગાવી શકાય છે કે મૌની દુબઈમાં ફૂલ એન્જોય કરી રહી છે.

4. સ્વિમિંગ પુલમાં બતાવ્યો બોલ્ડ અંદાજ
મૌની રોય ઘણા સમયથી દુબઈમાં છે. લોકડાઉન દરમિયાન પણ તે દુબઈમાં જ હતી. આ દરમિયાન તેણે દુબઈમાં સ્વિમિંગ પુલમાં વ્હાઈટ બિકિનીમાં પોતાનો બોલ્ડ અને બિન્દાસ્ત બોડી ફિગર બતાવ્યું.

5. મોટા પરદા પર કમબેક કરવા તૈયાર
અભિનેત્રીના વક્રફ્રન્ટની વાત કરીએ તો મૌની મોટા પરદા પર ફરી એકવાર પોતાનો જલવો વિખેરવા તૈયાર છે. તે ટૂંક સમયમાં આલિયા ભટ્ટ-રણબીર કપૂર સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. જેમાં તે દમયંતીનો રોલ કરી રહી છે. જોકે તેના કેરેક્ટરને લઈને કોઈ વાત સામે આવી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news