બ્રાઝિલના મિનસ ગેરેસ રાજ્યમાં એક ભયાનક રોડ અકસ્માતમાં ઓછામાં ઓછા 38 લોકોના મોત થયા છે, જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે બસનું એક ટાયર ફાટી ગયું, જેના કારણે ડ્રાઈવરે સ્ટેરિયંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસ ટ્રક સાથે અથડાઈ હતી. આ માહિતી ફાયર વિભાગના અધિકારીઓએ આપી હતી, જેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે બસમાં 45 મુસાફરો સવાર હતા. જે સાઓ પાઉલોથી નીકળી હતી, પરંતુ રસ્તામાં બસનું ટાયર ફાટી ગયું હતું અને પછી તે ટ્રક સાથે અથડાઈ હતી. એક કાર પણ આવી અને બસ સાથે અથડાઈ, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે તેમાં ત્રણ મુસાફરો હતા, જે બચી ગયા. આ અકસ્માત સવારે 4 વાગે થયો.



અકસ્માત બાદ બસ સળગી ગઈ 
ઘટના સ્થળની તસ્વીરોમાં જોઈ શકાય છે કે કચુંબર થયેલી કાર પર એક ટ્રક ચડેલી છે, તેનું વ્હીલ કારની છત પર છે. મિનસ ગેરેસ ફાયર વિભાગનું કહેવું છે કે અકસ્માત હાઈવે BR-116 પર થયો હતો. અકસ્માત બાદ વાહનનો કાટમાળ તસવીરોમાં જોઈ શકાય છે. બસમાં લાગેલી આગની તસવીર પણ સામે આવી છે, જેમાં બસ સળગતી જોવા મળી રહી છે.


એક અધિકારીએ જણાવ્યું કે પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. ઘટના સ્થળેથી પીડિતોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મિનાસ ગેરેસના ગવર્નર રોમ્યુ ઝેમાએ ટ્વિટર પર જણાવ્યું હતું કે તેમણે ટીઓફિલો ઓટોનીમાં BR-116 પર થયેલા દુ:ખદ અકસ્માતમાં "પીડિતોને મદદ કરવા અને તેમના પરિવારોને મદદ કરવા આદેશ આપ્યા છે.


બ્રાઝિલમાં રોડ અકસ્માત
2021માં બ્રાઝિલમાં રોડ અકસ્માતથી થતા મૃત્યુ દર 100,000 લોકો દીઠ 15.7 હતો, જે આર્જેન્ટિનાના 8.8 કરતા ઘણો વધારે હતો. માર્ગ સલામતીના સંદર્ભમાં બ્રાઝિલે 2030 સુધીમાં મૃત્યુની સંખ્યા અડધી કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે, જેનાથી 86,000 લોકોના જીવન બચાવવાની અપેક્ષા છે. સપ્ટેમ્બરમાં આવા જ એક અકસ્માતમાં એક બસ પલટી ગઈ હતી, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા.