મોગાદિશુ: સોમાલિયા (Somalia) ની રાજધાની મોગાદિશુ (Mogadishu) માં આજે એક તપાસ ચોકી પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટ (Car Bomb Blast) માં ઓછામાં ઓછા 90 લોકોના દર્દનાક મોત થયાં. મૃત્યુઆંક વધતો જાય છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યાં મુજબ સરકારના પ્રવક્તા ઈસ્માઈલ મુખ્તાર ઉમરે કહ્યું કે અફગોઈ રોડ પર એક પોલીસ તપાસ ચોકીની પાસે આત્મઘાતી હુમલાખોરે પોતાના વાહનને ઉડાવી દીધુ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ઈમરાન ખાનને સતાવી રહ્યો છે PoK ગુમાવવાનો ડર, કહ્યું-PAK સેના પણ તૈયાર 


ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યાં મુજબ આ ભીષણ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 76 લોકો માર્યા ગયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઘટના સ્થળ પર હાજર એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે રસ્તા પર આવેલી ટેક્સ ઓફિસને ધ્યાનમાં રાખીને વિસ્ફોટ કરાયો. 


ભારતને યુદ્ધની ધમકીઓ આપતા PAK મંત્રી આ હોટ યુવતીને મોકલતા હતાં ન્યૂડ VIDEO?


તેમણે કહ્યું કે અધિકારી રસ્તામાં પસાર થતા વાહનોની તપાસ કરી રહ્યાં હતાં. ત્યારે જ એક કારમાં ભીષણ વિસ્ફોટ થયો અને અનેક લોકો માર્યા ગયાં. હુમલાની જવાબદારી જો કે હજુ સુધી કોઈ પણ આતંકવાદી જૂથે લીધી નથી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube