નવી દિલ્હી: પાકિસ્તાનમાં કરાંચી સ્ટોક એક્સચેંજ (Karachi Stock Exchange) પર સોમવારે થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ લીધી છે. મળતી માહિતી અનુસાર હુમલા વખતે બંદૂકધારી કાળા રંગની કારમાં આવ્યા હતા. તેમાંથી બે બંદૂકધારી પાકિંગ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારબાદ ગોળીબારી શરૂ થઇ ગઇ અને અધિકારી-વેપારીએ અંદર દોડીને પોતાનો જીવ બચાવ્યો હતો. એક કલાક સુધી ચાલેલી ગોળીબારીમાં તમામ ચાર બંદૂધકધારીને ઠાર માર્યા હતા. ત્યારબાદ કરાંચી સ્ટોક એક્સચેંજના એક નિર્દેશકએ મીડિયાની સામે નિવેદન આપ્યું હતું.  


રોકાણકારનું કહેવું છે કે 'મુખ્ય ગેટ પર બે આતંકવાદી ઠાર માર્યા હતા, જ્યારે ત્રીજો આતંકવાદી સેન્ટરના ગેટ પર અને ચોથો આતંકવાદી સ્ટોક એક્સચેંજના બિલ્ડીંગના મુખ્ય ગેટ પર ઠાર માર્યો હતો. હુમલાના થોડા કલાકો બાદ બલૂચિસ્તાન લિબરેશન આર્મી  (B.L.A.) એ હુમલાની જવાબદારી સ્વિકારી લીધી હતી. આ એક એવું ગ્રુપ છે જે ઘણા સમયથી સ્વતંત્ર બલૂચિસ્તાનની માંગ કરી રહ્યું છે. 


પાકિસ્તાનમાં ચીની રોકાણને બનાવી રહ્યા છે ટાર્ગેટ
ગત થોડા સમયથી આ ગ્રુપ પાકિસ્તાનમાં ચીની રોકાણને ટાર્ગેટ કરી રહ્યું છે. 2018માં તેણે કથિત રીતે કરાંચીમાં ચીની વાણિજ્ય દૂતાવાસને ઉડાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ ગત વર્ષે (Balochistan Liberation Army) ગ્રુપે ગ્વાદરમાં એક 5 સ્ટાર હોટલ પર હુમલો કર્યો હતો, જેનું ફાયનાન્સ ચીન દ્વારા કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન સ્ટોક એક્સચેંજ પર કરવામાં આવેલા હુમલામાં પણ ચીની રોકાણને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું.  


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube