કાબુલમાં શીખ ગુરૂદ્વારા પર ફરી હુમલો, લોકોના મોત; ઘટનાનો વીડિયો વાયરલ
Attack On Sikh Gurdwara In Kabul: કાબુલ સ્થિત શીખના ગુરૂદ્વારા કર્તે પરવાન પર ફરી ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. ઘટનાના વાયરલ થઈ રહેલા વીડિયોમાં ગોળીબાર અને બ્લાસ્ટનો અવાજ સંભળાઈ રહ્યો છે. તાલિબાન તરફથી હજુ સુધી હુમલા મામલે કોઈ નિવેદન સામે આવ્યું નથી.
Attack On Sikh Gurdwara In Kabul: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગુરૂદ્વારા કર્તે પરવાન પર ઘાતક હુમલો થયો છે. સમાચારોમાં કહેવામાં આવી રહ્યું હતું કે, આ હુમલામાં ઘણા લોકો માર્યા ગયા છે. શીખ ગુરૂદ્વારની આસપાસના વિસ્તારોમાં ગોળીબાર તો બીજીતરફ બ્લાસ્ટનો પણ અવાજ સંભળવા મળ્યો હતો. વિસ્ફોટના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. હજુ સુધી તાલિબાન તરફથી કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નતી. કહેવામાં આવી રહ્યું છે કે, બે હુમલાખોર હજુ પણ ગુરૂદ્વારાની અંદર હાજર છે. ગુરૂદ્વારની અંદર પણ બે વિસ્ફોટ થયા છે.
અફઘાન પત્રકાર બિલાલ સરવરીએ તાલિબાનના અહેવાલથી જણાવ્યું કે ગુરૂદ્વારાના ગેટ બહાર સૌથી પહેલા વિસ્ફોટ થયો. જેમાં ઓછામાં ઓછા બે અફઘાન લોકો માર્યા ગયા છે. ત્યારબાદ ગુરૂદ્વારાની અંદર બે વિસ્ફોટ થયા. આ હુમલામાં ગુરૂદ્વારા નજીક આવેલી કેટલીક દુકાનમાં પણ આગ લાગી હતી. બે હુમલાખોર હજુ પણ ગુરૂદ્વારાની અદંર હાજર છે અને તાલિબાની સુરક્ષાકર્મી તેમને જીવતા પકડવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
આતંકીઓના નિશાના પર રહ્યું છે આ ગુરૂદ્વારા
અફઘાન મીડિયાના રિપોર્ટ અનુસાર આ હુમલા દરમિયાન લાંબા સમય સુધી ગોળીબાર થયો અને વિસ્ફોટ પણ થયા. તાલિબાની સુરક્ષા દળે હુમલા પણ કોઈ ટિપ્પણી કરી નથી. આ ગુરૂદ્વારાની આસપાસ મોટી સંખ્યામાં શીખ લોકો રહે છે. અગાઉ પણ આ ગુરૂદ્વારા પર ઘણી વખત ઘાતક હુમલા થઈ ચુક્યા છે. તાલિબાને અગાઉ દાવો કર્યો હતો કે તેણે ગુરૂદ્વારા કર્તે પરવાન પર હુમલો કરનારની ધરપકડ કરી લીધી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube