Shinzo Abe Shot: જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબે પર નારા શહેરમાં ભાષણ દરમિયાન હુમલો થયો. તેમના પર ફાયરિંગ થયું. આ ઘટના બાદ શિંજો આબે બેભાન થઈને પડી ગયા. અફરાતફરીમાં તેમને હેલિકોપ્ટરથી હોસ્પિટલ લઈ જવાયા. શિંજોની હાલત ખુબ જ નાજુક હોવાનું કહેવાઈ રહ્યું છે. હુમલાખોરને પોલીસે પકડી લીધો છે. જો કે હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે આખરે તેણે શિંજો આબે પર હુમલો કેમ કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોળી મારીને ભાગવાની કોશિશ કેમ ન કરી
હુમલાખોરે જેવો શિંજો આબે પર હુમલો કર્યો ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓએ તેની ધરપકડ કરી લીધી. સુરક્ષાકર્મીઓએ હુમલાખોર પાસેથી ગન છીનવી લીધી અને તેને જમીન પર સૂવાડી દીધો. જાપાનના એનએચકે વર્લ્ડ ન્યૂઝના રિપોર્ટ મુજબ હુમલાખોરની ઓળખ 41 વર્ષના યામાગામી તેત્સુયા તરીકે થઈ છે. જેની હત્યાના પ્રયત્નના આરોપમાં ધરપકડ કરાઈ. જાપાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ તે મરીન સેલ્ફ ડિફેન્સ ફોર્સનો પૂર્વ સભ્ય છે. જો કે હુમલાનું કારણ સામે આવ્યું નથી. 


'બે મહાસાગરનો સંગમ' કરાવનારા પૂર્વ PM શિંજો આબેને મળ્યો છે પદ્મ વિભૂષણ, ભારત સાથે ગાઢ સંબંધ


Shinzo Abe Attacked: PM મોદીના મિત્ર અને જાપાનના પૂર્વ PM શિંજો આબે પર જીવલેણ હુમલો, ફાયરિંગ થતા ઢળી પડ્યા


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube