જાપાનના પૂર્વ PM શિંજો આબે પર જીવલેણ હુમલો; ફાયરિંગ થતા ઢળી પડ્યા, PM મોદી થયા વ્યથિત

Shinzo Abe Attacked: જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબે પર એક સભામાં ભાષણ દરમિયાન ફાયરિંગ થયું. રિપોર્ટ્સ મુજબ શિંજો આબેને બે ગોળી વાગી છે. તેમના શરીરમાંથી હુમલા બાદ લોહી વહી રહ્યું હતું. ગોળી વાગ્યા બાદ તેઓ ત્યાં જ ઢળી પડ્યા અને શરીરમાંથી લોહી વહેવા લાગ્યું હતું. તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડાયા. હાલ આબેની હાલત ગંભીર છે 

જાપાનના પૂર્વ PM શિંજો આબે પર જીવલેણ હુમલો; ફાયરિંગ થતા ઢળી પડ્યા, PM મોદી થયા વ્યથિત

Shinzo Abe Attacked: જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબે પર એક સભામાં ભાષણ દરમિયાન ફાયરિંગ થયું. રિપોર્ટ્સ મુજબ શિંજો આબેને બે ગોળી વાગી છે. તેમના શરીરમાંથી હુમલા બાદ લોહી વહી રહ્યું હતું. ગોળી વાગ્યા બાદ તેઓ ત્યાં જ ઢળી પડ્યા અને શરીરમાંથી લોહી વહેવા લાગ્યું હતું. તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડાયા. હાલ આબેની હાલત ગંભીર છે કારણ કે લોહી ખુબ વહી ગયું છે. મળતી માહિતી મુજબ ગોળી વાગ્યા બાદ શિંજો આબેને હાર્ટ એટેક  પણ આવી ગયો.

શિંજો આબે પર આ હુમલો નારા શહેરમાં થયો. જ્યારે હુમલો થયો ત્યારે તેઓ ભાષણ આપી રહ્યા હતા. હુમલો થયા બાદ તેઓ ઢળી પડ્યા. તેમના શરીરમાંથી લોહી નીકળી રહ્યું હતું. શિંજો આબે અચાનક આમ પડી જતા ત્યાં હાજર લોકોને પહેલા તો કઈ સમજમાં આવ્યું નહી. શિંજો આબે પર આ હુમલો શુક્રવારે સ્થાનિક સમય મુજબ સવારે 11.30 વાગે થયો. NHK વર્લ્ડ ન્યૂઝના રિપોર્ટ મુજબ ગોળી ચાલવા જેવો અવાજ આવ્યો અને એક સંદિગ્ધને પકડી લેવાયો છે. ઘટના સ્થળે હાજર NHK વર્લ્ડ ન્યૂઝના એક રિપોર્ટરે કહ્યું કે આબેના ભાષણ દરમિયાન તેમને સતત બે ધમાકાનો અવાજ સંબળાયો હતો. 

— Narendra Modi (@narendramodi) July 8, 2022

પીએમ મોદીએ થયા વ્યથિત
પ્રધાનમંત્રી પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે મારા પ્રિય મિત્ર શિંજો આબે પર થયેલા હુમલાથી ખુબ વ્યથિત છું. અમારા વિચાર અને પ્રાર્થનાઓ તેમના, તેમના પરિવાર અને જાપાનના લોકો સાથે છે. 

શિંજો આબેના શરીરમાં કોઈ મૂવમેન્ટ નહીં
જાપાનની પોલીસે શિંજો આબે પર હુમલો કરનારા હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. સ્થાનિક મીડિયા જિજિએ જણાવ્યું કે શિંજો આબેના ગળામાંથી લોહી વહી રહ્યું હતું. હાલ સારવાર હેઠળ છે. એવું કહેવાય છે કે હુમલો થયા બાદ તેઓ ઢળી પડ્યા અને બેભાન થઈ ગયા. ત્યાં હાજર લોકોએ તત્કાળ તેમને સીપીઆર આપ્યું જેથી કરીને જીવ બચી શકે. અત્રે જણાવવાનું કે તેઓ પોતાની લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં ભાષણ આપવા માટે નારા પ્રાંત પહોંચ્યા હતા. આ દરમિયાન સ્થાનિક સમય મુજબ સવારે 11.30 વાગે તેમના પર પાછળથી ગોળી છોડાઈ. જાપાની મીડિયાના જણાવ્યાં મુજબ તેમના શરીરમાં કોઈ મૂવમેન્ટ જોવા મળી રહી નથી અને હાલ તેઓ જીવન અને મોત સામે ઝઝૂમી રહ્યા છે. હુમલાખોરની ગોળી તેમને છાતીમાં વાગી છે. 

— AFP News Agency (@AFP) July 8, 2022

હુમલા બાદના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં ભાગદોડની સ્થિતિ જોવા મળી રહી છે. અત્રે જણાવવાનું કે શિંજો આબેએ વર્ષ 2020માં પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે સ્વાસ્થ્ય સારૂ ન રહેતું હોવાના કારણે રાજીનામું આપ્યું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 8, 2022

જાપાનના પૂર્વ પીએમ શિંજો આબે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખાસ મિત્ર છે. અનેક અવસરે પીએમ મોદી અને શિંજો આબે એકબીજાને યાદ કરી ચૂક્યા છે. ગત વર્ષે જ ભારતે શિંજો આબેને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news