નવી દિલ્હીઃ દુનિયામાં એવી અનેક સમસ્યાઓ છે, જેનું સમાધાન નવી શોધ અને પ્રયોગ પછી જ શક્ય બને છે. ઓસ્ટ્રેલિયા પણ આજકાલ કંઈક આવો જ પ્રયોગ કરી રહ્યું છે. જો આ પ્રયોગ સફળ રહેશે તો દેશમાં કચરાની સમસ્યા નહીં રહે. ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ વસતી ધરાવતા શહેર સિડનીમાં દુનિયામાં પ્રથમ વખત કોલસાથી ચાલતા વિજમથકો અને સ્ટીલ કંપનીઓના ઔદ્યોગિક કચરાનો ઉપયોગ કરીને એક સડકનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પહેલથી પ્રદૂષણ ઘટશે, સડકોના નિર્માણ માટે કોંક્રિટના ઉત્પાદન દરમિયાન જે ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન થાય છે તે ઘટી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર વિશ્વ માટે ગ્લોબલ વોર્મિંગ ખુબ જ મોટી સમસ્યા છે. ગ્લોબલ વોર્મિંગમાં ગ્રીન હાઉસ ગેસનું ઘણું મોટું યોગદાન હોય છે. સંશોધન અનુસાર, તમામ ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં કોંગ્રેસનું 7 ટકા યોગદાન હોય છે. વર્ષ 2018માં સમગ્ર દુનિયામાં 4.1 અબજ ટન સિમેન્ટનું ઉત્પાદન થયું, જેણે 2.5 અબજ ટન કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન કર્યું હતું. 


2050 સુધી પૃથ્વી પરથી માનવ સભ્યતાનો થશે સર્વનાશ... એક રિપોર્ટ તો કંઈક આવું જ કહે છે


હવે જો ઓસ્ટ્રેલિયાનો આ પ્રયોગ સફળ રહેશે તો અનેક સમસ્યાઓમાંથી મુક્તી મળશે. ઔદ્યોગિક કચરાના કારણે પાણી પણ પ્રદૂષિત થતું હોય છે. જેની અસર પાણીમાં રહેતા જીવો પર થાય છે અને માનવ આરોગ્ય પર પણ તેની સીધી અસર થાય છે. 


અહો આશ્ચર્યમ...યુરોપમાં હીટવેવની આગાહી, આ અઠવાડિયે દિલ્હી કરતાં પણ વધુ ગરમ હશે પેરીસ


જો ઔદ્યોગિક કચરાનો ઉપયોગ સડક બનાવવા થાય તો પાણી પ્રદૂષિત નહીં થાય, રોડ બનાવવા કોંક્રિટનો ઉપયોગ ઘડશે એટલે તેના ઉત્પાદન દરમિયાન ઉત્સર્જિત થતા ગ્રીન હાઉસ ગેસમાં પણ ઘટાડો થશે. સાથે જ કિંમતમાં પણ સસ્તા હશે. 


ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પ્લાસ્ટિકના કચરામાંથી સડક બનાવવાના પ્રયોગ થઈ ચૂક્યા છે અને હાલ તેના ઉપર પણ વિસ્તૃત સંશોધન ચાલી રહ્યું છે. 


જૂઓ LIVE TV.....


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....