close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

2050 સુધી પૃથ્વી પરથી માનવ સભ્યતાનો થશે સર્વનાશ... એક રિપોર્ટ તો કંઈક આવું જ કહે છે

તાજેતરમાં જ વૈશ્વિક વાતાવરણની સ્થિતિ અંગે કરવામાં આવેલા એક રિપોર્ટમાં એવો અંદાજ રજૂ કરાયો છે કે 2050 સુધીમાં આ પૃથ્વી પરથી માનવ સભ્યતા સમાપ્ત થઈ જશે, કદાચ આ વાંચીને તમને જરૂર આશ્ચર્ય થયું હશે, પરંતુ તેને સત્ય હકીકત બનવાની સંભાવનાઓ વધુ દેખાઈ રહી છે 

Yunus Saiyed - | Updated: Jun 24, 2019, 04:49 PM IST
2050 સુધી પૃથ્વી પરથી માનવ સભ્યતાનો થશે સર્વનાશ... એક રિપોર્ટ તો કંઈક આવું જ કહે છે

નવી દિલ્હીઃ જળવાયુ પ્રદૂષણ, ક્લાઈમેન્ટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ (વૈશ્વિક તાપમાનમાં સતત વધારો) વગેરે સમાચારો આપણે અવારનવાર સાંભળતા રહીએ છીએ. તાજેતરમાં જ જે એક રિપોર્ટ આવ્યો છે તેના અનુસાર પૃથ્વી પર ચાલી રહેલા જળવાયુ પરિવર્તનના કારણે 2050 સુધીમાં માનવલ સભ્યતાનો જ સર્વનાશ થઈ જશે. કદાચ આ વાંચીને તમને જરૂર આશ્ચર્ય થયું હશે, પરંતુ તેને સત્ય હકીકત બનવાની સંભાવનાઓ વધુ દેખાઈ રહી છે.

ઓસ્ટ્રેલિયાની એક થિન્ક ટેન્ક 'બ્રેકથ્રૂ નેશનલ સેન્ટર ફોર ક્લાઈમેટ રિસોરેશન'ને ચેતવણી ઉચ્ચારી છે કે, માનવ સભ્યતા આગામી 3 દાયકા કરતાં વધુ સમય સુધી જીવીત રહી શકશે નહીં. વર્ષ 2050 સુધીમાં પૃથ્વીના સરેરાશ તાપમાનમાં 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. 

આ રિસર્ચને સમજાવતા ઓસ્ટ્રેલિયન સુરક્ષા દળ અને રોયલ ઓસ્ટ્રેલિયન નેવીના એડમિરલ ક્રિસ બેરીએ જણાવ્યું કે, આ રિપોર્ટ માનવી અને પૃથ્વીની નિરાશાજનક સ્થિતીને દર્શાવે છે. માનવ જીવન હવે ભયંકર રીતે વિલુપ્ત થવાની અણીએ આવી પહોંચ્યું છે, જેનું મુખ્ય કારણ છે જળવાયુ પરિવર્તન. ન્યુક્લિયર વોર પછી માનવ જીવનને ગ્લોબલ વોર્મિંગનો સૌથી મોટો ખતરો છે. 

7.3ની તીવ્રતાના ભૂકંપથી હચમચી ઉઠ્યો આ દેશ, જો કે સુનામીની શક્યતા નથી

ગ્રીનપીસના કેમ્પેઈનર પૂજારાણી સેને જણાવ્યું કે, આ અગાઉ સંયુક્ત રાષ્ટ્રની સમિતિએ એક રિપોર્ટ બહાર પાડ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે, આપણી પાસે ધરતીને બચાવવા માટે 11થી 12 વર્ષ બચ્યા છે. જે રીતે અન્ય પ્રજાતિઓ વિલુપ્ત થઈ છે. જો આપણે કાર્બન એનિમેશન રોકવામાં યોગ્ય પગલાં નહીં ભરીએ તો 2050 સુધીમાં માનવો પણ ધરતી પરથી સમાપ્ત થઈ જશે. 

આ રિપોર્ટ તૈયાર થયા પછી 2050 સુધીનું એક નીચે મુજબનું પરિદૃશ્ય તૈયાર કરાયું છેઃ 
1. 2050 સુધી દુનિયાની અડધી કરતાં વધુ વસતી અને ધરતીના 35% ભાગને વર્ષમાં 20 દિવસ જીવલેણ ગરમીનો સામનો કરવો પડશે. 
2. કૃષિ ઉત્પાદનમાં 5મા ભાગ જેટલો કાપ આવશે. 
3. અમેઝન(Amazon)ના જંગલોની જૈવસૃષ્ટિ નાશ પામી જશે. 
4. આર્કટિક ઝોનમાં ઉનાળામાં બરફ ઓગળવા લાગશે. 
5. સમુદ્રની સપાટીમાં 0.5 મીટર જેટલો વધારો આવશે. 

6.  એશિયાની તમામ મોટી નદીઓનું પાણી મોટા પ્રમાણમાં સુકાઈ જશે. 
7. 1 અબજથી વધુ લોકો પોતાનું ઘર છોડીને અન્ય સ્થળે વસવાટ કરવા માટે મજબુર બનશે. 
8. સેમી પરમેનન્ટ અલ-નીનો કન્ડીશન બની જશે. 
9. પૃથ્વીનો એક તૃતિયાંશ ભાગ રણમાં ફેરવાઈ જશે. 

ચોમાસાની ઋતુનો એકડો નિકળી જશે 
હવામાનશાસ્ત્રી મહેશ પલ્હાવતના જણાવ્યા અનુસાર ઓસ્ટ્રેલિયાની સંસ્થાના રિપોર્ટ મુજબ 2050 સુધીમાં અલ-નીનો કન્ડીશન છે જે સેમી પરમેનન્ટ કંડીશન સુધી પહોંચી જશે. આ કારણે ચોમાસામાં ઘટાડો થશે. ચોમાસું ધીમે-ધીમે ઘટતું જશે. તેનાથી વિરુદ્ધ ચોમાસાની ઋતુને જન્મ આપતી એટલે કે વરસાદ લાવતી લા-નીનો કન્ડીશન સમાપ્ત થઈ જશે. એટલે કે પૃથ્વી પર ચોમાસાની ઋતુ જ જોવા નહીં મળે.

જૂઓ LIVE TV....

દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....