OMG...અહીં સફાઈકર્મીઓને મળે છે મહિને લાખો રૂપિયા પગાર, અઠવાડિયાની 2 રજા
સામાન્ય રીતે વ્હાઈટ કોલર જોબમાં લાખો રૂપિયા પગાર તરીકે મળતા હોય છે. જ્યારે સફાઈકર્મીઓ અત્યંત મહત્વનું કામ કરતા હોવા છતાં કડવી વાસ્તવિકતા એ છ કે તેમને પગાર ઓછો મળે છે. પરંતુ અહીં તમને એક એવી જગ્યા વિશે જણાવીશું જ્યાં સ્વીપરને લાખો રૂપિયા પગાર મળી રહ્યો છે.
અનેક લોકો સ્વચ્છતા એટલે કે સ્વીપર અને પટાવાળાનું કામ નાનું ગણતા હોય છે. સ્વીપરના કામનો પગાર પણ ઓછો હોય છે. પરંતુ આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવીશું જ્યાં સ્વીપરનું કામ કરનારા લોકોને બંપર પગાર મળી રહ્યો છે. રિપોર્ટ મુજબ સ્વીપરની જોબ માટે અહીં 8 લાખ રૂપિયા પ્રતિ માસ પગારનું પેકેજ મળી રહ્યું છે. આમ છતાં કોઈ પણ કામ કરવા તૈયાર નથી.
સ્વીપરની ભારે અછત
ડેઈલી ટેલિગ્રાફના એક રિપોર્ટ મુજબ ઓસ્ટ્રેલિયામાં હાલ સ્વીપરની ખુબ અછત છે. આ કારણે ત્યાં સ્વીપરના પગારમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. સ્વીપરની અછથ હોવાના કારણે કંપનીઓ સફાઈકર્મીઓને વધારાની રજાઓ સાથે અનેક સુવિધાઓ પણ આપી રહી છે. સ્થિતિ એવી છે કે એક કંપની સ્વીપરની જોબ માટે 8 લાખ રૂપિયા પ્રતિ માસ સુધીનું પેકેજ ઓફર કરી રહી છે.
એક કરોડ સુધીનું પેકેજ પણ મળે છે
રિપોર્ટ મુજબ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આવેલી સફાઈ કંપની એબ્સોલ્યૂટ ડોમેસ્ટિક્સે સફાઈકર્મીઓ માટે અનેક પેકેજની જાહેરાત કરી છે. જો કોઈ આ જોબ કરવા માંગતું હોય તો તેણે ઈન્ટરવ્યું આપવો પડશે. ત્યારબાદ 72 લાખથી એક કરોડ વચ્ચે તેને પેકેજ આપવામાં આવશે. એટલું જ નહીં સફાઈકર્મીઓને અઠવાડિયામાં બે દિવસ રજા પણ મળશે. અન્ય કર્મચારીની જેમ સ્વીપરે પણ 5 દિવસ કામ કરવાનું રહેશે. આ સાથે જ સફાઈકર્મીઓએ દિવસમાં 8 કલાકથી વધુ કામ કરવું પડશે નહીં.
ઓવરટાઈમ પણ મળશે
એબ્સોલ્યૂટ ડોમેસ્ટિક્સના મેનેજિંગ ડાઈરેક્ટર જો વીસે જણાવ્યું કે કંપનીને હાલ સફાઈકર્મી મળી રહ્યા નથી. જેને જોતા કંપનીએ આ ઓફર લોન્ચ કરી છે. તેમણે કહ્યું કે જો કોઈ સફાઈકર્મી ઓવરશિફ્ટ કામ કરવા માંગતો હોય તો તેને 3600 રૂપિયા પ્રતિ કલાક મળશે. સફાઈકર્મીઓની શોધમાં કંપની નવી નવી જાહેરાતો બહાર પાડી રહી છે. આમ છતાં સ્વીપરનું કામ કરનારા લોકો મળતા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube