નવી દિલ્હીઃ ભારતમાં બનેલી કોરોના વેક્સીનને હજુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની મંજૂરી મળી નથી, પરંતુ ઓસ્ટ્રેલિયાની સરકારે તેને અપ્રૂવ્ડ રસીની યાદીમાં સામેલ કરી છે. ભારત બાયોટેક તરફથી બનાવવામાં આવેલી કોવેક્સીનને ઓસ્ટ્રેલિયાએ યાત્રીકોના વેક્સીનેશન સ્ટેટસ માટે મંજૂર કરી લીધી છે. ઓસ્ટ્રેલિયામાં ભારતના રાજદૂત બૈરી ઓ ફારેલે આ જાણકારી આપી છે. ઓસ્ટ્રેલિયા સરકાર તરફથી કોવેક્સીનને આ ગ્રીન સિગ્નલ તેવા સમયે મળ્યું છે, જ્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનથી મંજૂરી માટે ભારતની વેક્સીન ઘણા સમયથી રાહ જોઈ રહી છે. આ વેક્સીનને મંજૂરી આપવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વધુ જાણકારીની માંગ કરી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube