સિડની: કોરોના (Corona) મહામારી વચ્ચે સારા સમાચાર આવ્યા છે. વૈજ્ઞાનિકોએ એક એવી થેરપી વિક્સિત કરી છે જે 99.9% કોવિડ-19 પાર્ટિકલ્સનો ખાતમો કરવામાં સક્ષમ છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ શોધ કોરોના સામેની જંગમાં કારગર સાબિત થઈ શકે છે. ઓસ્ટ્રેલિયાના મેન્જીસ હેલ્થ ઈન્સ્ટિટ્યૂટ ક્વિન્સલેન્ડના આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોની ટીમે આ થેરપી વિક્સિત કરી છે. તેમનું કહેવું છે કે આ ટેકનિક એક મિસાઈલની જેમ કામ કરે છે. જે પહેલા પોતાના ટાર્ગેટને ડિટેક્ટ કરે છે અને પછી તેને નષ્ટ કરી નાખે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટી શકે છે Death Rate
ડેઈલી મેઈલના રિપોર્ટ મુજબ આ નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજી એક હીટ-સિકિંગ મિસાઈલની જેમ કામ કરે છે. જે પહેલા કોવિડ પાર્ટિકલ્સની ઓળખ કરી લે છે અને ત્યારબાદ તેના પર એટેક કરે છે. શોધમાં સામેલ પ્રોફેસર નિગેલ મેકમિલને કહ્યું કે આ અભૂતપૂર્વ ટ્રિટમેન્ટ વાયરસને પ્રતિકૃતિ બનાવતા રોકે છે અને તેની મદદથી કોરોના વાયરસથી થનારા મોતને ઓછા કરી શકાય છે. 


Gene-Silencing ટેક્નોલોજી પર આધારિત
પ્રોફેસર મેકમિલને કહ્યું કે આ એક શોધો અને નષ્ટ કરો મિશન છે. અમે આ થેરપીની મદદથી કોઈ વ્યક્તિના ફેફસામાં રહેલા વાયરસને ડિટેક્ટ કરીને તેને નષ્ટ કરી શકીએ છીએ. મેકમિલનના જણાવ્યાં મુજબ આ થેરપી જીન સાઈલેન્સિંગ (Gene-Silencing) નામની ચિકિત્સા ટેક્નોલોજી પર આધારિત છે. જેને પહેલીવાર 1990ના દાયકા દરમિયાન ઓસ્ટ્રેલિયામાં શોધવામાં આવી હતી. શ્વસન રોગ(Respiratory Disease) પર હુમલો કરવા માટે જીન સાઈલેન્સિંગ RNA નો ઉપયોગ કરે છે- DNAના સમાન શરીરમાં ફન્ડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક્સ. 


Covid-19 Updates: નવા કેસમાં ઘટાડો પણ કોરોનાથી સતત વધી રહેલો મોતનો આંકડો ડરામણો, જાણો લેટેસ્ટ અપડેટ


Genome ને કરે છે પ્રભાવિત
પ્રોફેસરે જણાવ્યું કે આ એક એવી ટેક્નોલોજી છે જે RNA ના નાના ટુકડાઓ સાથે કામ કરે છે જે વિશેષ રીતે વાયરસના જીનોમ સાથે જોડાઈ શકે છે. આ બાઈન્ડિંગ જીનોમને આગળ કામ કરવા દેતી નથી અને આખરે તેને નષ્ટ કરી નાખે છે. જો કે જૈનમવિર અને રેમડેસિવિર જેવા અન્ય એન્ટીવાયરલ ઉપચાર છે જે કોરોનાના લક્ષણોને ઓછા કરે છે અને રોગીઓને જલદી ઠીક થવામાં મદદ કરે છે. પરંતુ આ ટ્રિટમેન્ટ સીધી કોરોના વાયરસને ખતમ કરવાનું કામ કરે છે. 


Tirupati Temple: દીપિકાની પાછળ ઉભેલા આ વ્યક્તિ વિશે થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો, PHOTOS જોઈને દંગ રહેશો


આ રીતે કામ કરે છે ટેક્નોલોજી
નિગેલ મેકમિલને કહ્યું કે દવાને 'નેનોપાર્ટિકલ' નામની કોઈ ચીજમાં ઈન્જેક્શનના માધ્યમથી લોહીના પ્રવાહમાં પહોંચાડવામાં આવે છે. આ નેનોપાર્ટિકલ ફેફસામાં જાય છે અને RNA ડિલિવર કરનારી કોશિકાઓમાં ભળી જાય છે. ત્યારબાદ RNA વાયરસની શોધ કરે છે અને તેના જીનોમને નષ્ટ કરી દે છે. આ કારણે વાયરસની પ્રતિકૃતિ બની શકતી નથી. તેમણે જણાવ્યું કે વૈજ્ઞાનિક ગત વર્ષ એપ્રિલથી આ ટ્રિટમેન્ટ પર કામ કરી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube