બર્મિંઘમ : ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ઇશ્યું આઇસીસી વર્લ્ડ કપ (ICC World Cup 2019) માં એકવાર ફરીથી રાજનીતિક સંદેશ ફેલાવવાની ઘટના સામે આવી. આ વખતે આ ઘટના ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની વચ્ચે રમાયેલી બીજી સેમીફાઇનલ મેચ દરમિયાન થઇ. એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ટમાં રમાઇ રહેલ આ મેચ દરમિયાન સ્ટેડિયમ ઉપરથી એક વિમાન નિકલ્યું. તેની પાછળ એક બેનર લટકાવાયેલું હતું અને તેના પર લખ્યું હતું, વિશ્વને બલુચિસ્તાન મુદ્દે કંઇક બોલવું જોઇએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ-JDS નું વ્હિપ, જે ધારાસભ્યો સત્રમાં ગેરહાજર રહેશે, અયોગ્ય ઠરશે
આ અગાઉ ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે રમાયેલી પહેલી સેમીફાઇનલ મેચમાં ઓલ્ટ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં ચાર શીખોને બહાર કાઢી નંખ્યા હતા. આ લોકો રાજનીતિક સંદેશ લખેલા ટીશર્ટ પહેરીને આવ્યા હતા. આઇસીસી આ વિવાદ અંગે કહ્યું કે, અમે પહેલા દાવ દરમિયાન ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર કેટલાક લોકોને એટલા માટે બહાર કાઢ્યા કારણ કે તેમણે ટિકિટના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું, અને રાજનીતિક સંદેશ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. 


કર્ણાટક: બળવાખોર ધારાસભ્યો સાથે મુલાકાત બાદ સ્પીકરે કહ્યું સુપ્રીમને મોકલીશ વીડિયો
મુજફ્ફરપુરમાં AES બાદ ગયામાં જાપાની ઇસેફેલાઇટિસની આશંકા, 8 બાળકનાં મોત
એવું પહેલીવાર નથી કે આ વર્લ્ડકપમાં સ્ટેડિયમની ઉપર રાજનીતિક સંદેશનો પ્રચાર કરતા હવાઇ જહાજ કાઢ્યું હતું. આ અગાઉ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની વચ્ચે મેચમાં પણ બલુચિસ્તાનનાં પક્ષમાં નારા લખેલું વિમાન સ્ટેડિયમ પરથી પસાર થઇ રહ્યું હતું. 


અસમ: પુરની ઝપટે ચડ્યા 3 લાખથી વધારે લોકો, બચાવકાર્યમાં ઉતરી સેના
ત્યાર બાદ હેડિંગ્લેમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી મેચમાં પણ કાશ્મીર માટે ન્યાય, ભારત નરસંહાર બંધ કરો અને કાશ્મીરને આઝાદ કરો જેવા નારા હવાઇ જહાજ પર બેનર લગાવેલા હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને આઇસીસીના  મહાનિર્દેશક સ્ટીવ અલવર્દીએ ભારતીય બોર્ડને વચ આપ્યું હતું કે આ પ્રકારની ઘટનાઓ અટકાવવા માટે દરેક શક્ય પ્રયાસો કરવામાં આવશે. 


ગોવામાં 10 ધારાસભ્યોના ''કેસરિયા'', કાલે મંત્રીમંડળમાં લાગી શકે છે લોટરી
આઇસીસીએ આ અગાઉ કહ્યું હતું કે, તેઓ નોકઆઉટ મેચમાં રાજનીતિક સંદેશ અટકાવવા માટે પ્રયાસ કરશે. તેણે તેના ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ સાથે પણ વાત કરી, જેથી મેચ દરમિયાન સ્ટેડિયમનાંવિસ્તારને નો ફ્લાઇ જોન જાહેર કરવામાં આવે. ભારત અને ન્યુઝીલેન્ડ મેચ દરમિયાન એવું કરવામાં આવ્યું હતું. જો કે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની મેચ દરમિયાન રાજનીતિક સંદેશ રોકવાની આઇસીસીના પ્રયાસો ફરીથી નિષ્ફળ સાબિત થયા.