નવી દિલ્હીઃ Baba Venga Predictions: બુલ્ગારિયામાં જન્મેલા બાબા વેંગાની ભવિષ્યવાણીઓ હંમેશા ચર્ચામાં રહે છે અને અત્યાર સુધી તેમની અનેક ભવિષ્યવાણીઓ સાચી સાબિત થી ચુકી છે. હવે બાબાની જેમ એક યુવતી સામે આવી છે, જે ભવિષ્યવાણી કરી રહી છે. 19 વર્ષની યુવતીનું નાં હૈના કેરોલ (Hannah Carroll) છે. જેણે વર્ષ 2022 માટે 28 મોટી ભવિષ્યવાણી કરી હતી, જેમાંથી અત્યાર સુધી 10 સાચી સાબિત થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હૈના કેરોલની આ ભવિષ્યવાણી પડી સાચી
અમેરિકાના મૈસાચુસેટ્સની રહેવાસી હૈના કેરોલ (Hannah Carroll) ની ઉંમર માત્ર 19 વર્ષ છે, પરંતુ તે પોતાની ભવિષ્યવાણીઓને કારણે ચર્ચામાં છે. હૈના કેરોલે વર્ષ 2022ની શરૂઆતમાં ક્વીન એલાઝિબેથ દ્વિતીયના નિધનની ભવિષ્યવાણી કરી હતી, જે સાચી પડી છે. આ વર્ષે જાન્યુઆરીમાં હૈના દ્વાવા કરવામાં આવેલી ભવિષ્યવાણીમાં કિમ કર્દાશિયનનું બ્રેકઅપ, હૈરી સ્ટાઇલ અને બિયોંસેનો નવો આલ્બમ, રિહાના અને પ્રિયંકા ચોપડાનું માતા બનવું સામેલ હતું. 


હૈના કેરોલની આ ભવિષ્યવાણીઓ પર છે નજર
ડેલી સ્ટારના રિપોર્ટ અનુસાર 19 વર્ષની હૈના કેરોલની મોટા ભાગની ભવિષ્યવાણી પોપ કલ્ચર કે પછી સિનેમા ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે, જેના પર આવનારા સમયમાં બધાની નજર છે. હૈનાની 2022ને લઈને કરવામાં આવેલી ભવિષ્યવાણીના લિસ્ટમાં કેન્ડાલ ઝેનરની સગાઈ. હેલી બીબરનું પ્રેગનેન્ટ થવું, ટાયલર સ્વિફ્ટના લગ્ન કે સગાઈની જાહેરાત, વન ડાયરેક્શન બેન્ડનું રિયૂનિયન સામેલ છે. 


હૈનાને લોકો જણાવી રહ્યાં છે નવા જમાનાની બાબા વેંગા
બુલ્ગારિયાના બાબા વેંગાએ 20મી સદીમાં ઘણી ભવિષ્યવાણી કરી હતી અને હવે લોકો હૈના કેરોલને 21મી સદીની બાબા વેંગા ગણાવી રહ્યાં છે, જે અત્યાર સુધી ઘણી ભવિષ્યવાણી કરી ચુકી છે. હૈનાનું કહેવું છે કે તેને પોપ કલ્ચર અને સેલેબ્સમાં વધુ રસ છે, આ કારણ તેની ભવિષ્યવાણી તે પ્રકારની હોય છે. હૈનાનું કહેવું છે કે તેની કોઈ ભવિષ્યવાણી જો આ વર્ષે સાચી ન પડે તો આગામી કેટલાક વર્ષોમાં જરૂર સાચી પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube