Baba Vanga Prediction for Russia: રશિયા અને યૂક્રેનની વચ્ચે ગત 7 મહિનાથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે અને આ દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) ના સૈનિકોની લામબંધીની જાહેરાત બાદથી હલચલ તેજ થઇ ગઇ છે. પુતિનની જાહેરાત બાદ લોકો રશિયા છોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારબાદ બુલ્ગારિયાની ભવિષ્યવક્તા બાબા વેંગા (Baba Vanga) ની રશિયા અને પુતિનને લઇને ભવિષ્યવાણી (Baba Vanga Prediction) ની ચર્ચા ફરી તેજ થઇ ગઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુતિન બનશે સૌથી તાકતવર માણસ: બાબા વેંગા
બાબા વેંગા (Baba Vanga) ની ભવિષ્યવાણી અનુસાર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) દુનિયાના સૌથી તાકતવર માણસ બનવાના છે અને રશિયા દુનિયા પર રાજ કરશે. ભવિષ્યવાણીમાં બાબા વેંગાએ કહ્યું હતું, 'બધું જ બરફની માફક પીગળી જશે, પરંતુ ફક્ત એક જ વસ્તુ અછૂતી રહેશે અને તે છે 'વ્લાદિમીરનું ગૌરવ, 'રશિયાનું ગૌરવ'. તેમણે કહ્યું હતું કે ઘણા લોકો શિકાર બનશે પરંતુ રશિયાને કોઇ રોકી શકશે નહી. તેના દ્રારા બધુ જ રસ્તામાંથી હટાવી દેવામાં આવશે અને તેને કોઇ રોકી શકશે નહી, પરંતુ દુનિયાના સ્વામી ‘Lord of the World’ પણ બની જશે. 


રશિયા બનશે વિશ્વની એકમાત્ર મહાશક્તિ: બાબા વેંગા
રિપોર્ટ અનુસાર પોતાના મૃત્યુંથી પહેલાં બાબા વેંગએ રશિયાને લઇને ભવિષ્યવાણી કરતાં જણાવ્યું હતું કે રશિયા વિશ્વની એકમાત્ર મહાશક્તિ હશે. તેમણે પરમાણું હથિયારોના ઉપયોગ અને ત્રીજા વિશ્વ યુદ્ધ વિશે એક ભવિષ્યવાણી કરી હતી. તમને જણાવી દઇએ કે રશિયા અને યૂક્રેનની વચ્ચે ગત 7 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે અને રશિયા રાષ્ટ્રાપતિ વ્લાદિમીર પુતિન ઘણા પરમાણું હુમલાની ધમકી આપી ચૂક્યા છે. 


12 વર્ષની ઉંમરમાં જતી હતી બાબા વેંગની આંખો
બાબા વેંગનો જન્મ બુલ્ગારિયામાં વર્ષ 1911 માં થયો હતો અને તેમની અંદર ભવિષ્ય જોવાની શક્તિ હતી. તે જોઇ શકતા ન હતા, કારણ કે તેમણે ફક્ત 12 વર્ષની ઉંમરમાં એક દુર્ઘટનામાં પોતાની બંને આંખો ગુમાવી દીધી હતી. તે આંખોથી જોઇ શકતી ન હતી, પરંતુ તેમની પાસે એક વિશેષ શક્તિ હતી અને તે ભવિષ્ય જોઇ શકે છે.