Baba Vanga Predictions: દુનિયાનો અંત થવાને બાકી રહ્યા છે આટલા વર્ષ? બાબા વેંગાની આ ભવિષ્યવાણીઓ 2022 માં સાચી પડી
બાબા વેંગાએ દુનિયા ખતમ થવાને લઇને યુદ્ધ અને ઇમરજન્સી સુધી ઘણી ભવિષ્યવાણીઓ કરી છે. આવો બાબા વેંગાની ભવિષ્યવાણીઓ વિશે જાણીએ.
Baba Vanga Ki Bhavishyavani: બાબા વેંગા (Baba Vanga) પોતાની ભવિષ્યવાણીને લઇને આખી દુનિયામાં જાણિતા છે. બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ (Baba Vanga Predictions) સાચી પડી ચૂકી છે. એટલા માટે મોટી સંખ્યામાં લોકો વેંગાની વાતો પર વિશ્વાસ કરવા લાગ્યા છે. તમને જણાવી દઇએ કે બુલ્ગારિયામાં જન્મેલી બાબા વેંગાનું મોત આજથી 11 વર્ષ પહેલાં થયું હતું. પરંતુ આજે પણ લોકો તેમની ભવિષ્યાઅણીઓ પર વિશ્વાસ કરે છે. બાબા વેંગાએ દુનિયા ખતમ થવાને લઇને યુદ્ધ અને ઇમરજન્સી સુધી ઘણી ભવિષ્યવાણીઓ કરી છે. આવો બાબા વેંગાની ભવિષ્યવાણીઓ વિશે જાણીએ.
બાબા વેંગાની મશહૂર ભવિષ્યવાણીઓ
- દુનિયા ખતમ થવા વિઅશે બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી છે. બાબા વેંગાના અનુસાર વર્ષ 5079 માં દુનિયાનો અંત આવી જશે.
- બાબા વેંગાને ભવિષ્યવાણીના અનુસાર વર્ષ 2022 માં ભારત પર તીડનો હુમલો કરી શકે છે. આ ઉપરાંત દેશને દુકાળ જેવી સ્થિતિનો સામનો પણ કરવો પડી શકે છે.
- બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર વર્ષ 2023 માં ધરતીની શૈલીમાં ફેરાફર થશે. તો બીજી તરફ અંતરિક્ષ યાત્રી વર્ષ 2028 માં શુક્ર ગ્રહ પર પહોંચશે.
- બાબા વેંગાએ કહ્યું કે વર્ષ 2046 માં માણસ 100 વર્ષની ઉંમર સુધી જીવવા લાગશે. માણસ અંગ પ્રત્યારોપણના મામલે એટલો વિકાસ કરી લેશે કે તે વધુ ઉંમર સુધી જીવશે.
- બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર એક સમય એવો આવશે જ્યારે ધરતી પર રાત પડશે નહી. 2100 માં પૃથ્વીને કૃત્રિમ તડકાથી રોશન કરવામાં આવશે.
Demographic Change: ચેતી જજો! ભવિષ્યના આર્થિક સંકટથી, માત્ર 14% ભારતીયો જ બચી શકશે
બાબા વેંગાની આ ભવિષ્યવાણીઓ 2022 માં સાચી પડી
એવો દાવો કરવામાં આવે છે કે બાબા વેંગાની 85 ટકા ભવિષ્યવાણીઓ સાચી પડી છે. વર્ષ 2022 ને લઇને બાબા વેંગાએ જે ભવિષ્યવાણીઓ કરી હતી તેમાંથી બે ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઇ છે. તમને જણાવી દઇએ કે બાબા વેંગાએ યૂરોપમાં દુકાળની સમસ્યાને લઇને ભવિષ્યવાણી કરી હતી. આ વર્ષે ઇટલી અને પોર્ટુગલમાં પાણીની અછત જોવા મળી. પાણીની અછતનેલઇને સરકાર તરફથી દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા.
આ ઉપરાંત બાબા વેંગાએ ઓસ્ટ્રેલિયા અને એશિયામાં પૂરના પ્રકોપની ભવિષ્યવાણી કરી હતી. આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં પૂરનો આતંક જોવા મળ્યો હતો. આ ઉપરાંત પૂર્વોત્તર ભારત અને બાંગ્લાદેશમાં પૂર આવ્યું હતું. પાકિસ્તાન અત્યારે પૂર સામે ઝઝૂમી રહ્યું છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. Zee News તેની પુષ્ટિ કરતું નથી.)