ફ્રીઝરમાં રાખ્યા બાદ પણ શા માટે નથી જામતો દારૂ?, જવાબ સાંભળીને ચોંકી જશો!

Alcohol Freezing point: ભારતના ઘણા રાજ્યોમાં દારૂ પીવા માટે સરકારે છૂટ આપી છે. જો કે, ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ અહીં જે વાત કરવા જઇ રહ્યા છીએ તે વાત થોડી અલગ છે. અહીં પ્રશ્ન એ છે કે, દારૂને જો ફ્રીઝરમાં રાખવામાં આવે તો પણ શા માટે જામતો નથી. 

તો દારૂમાં કેટલાક એવા ઓર્ગેનિક મોલિક્યૂલ રહેલા હોય છે. જે દારૂને જામવાથી બચાવે છે. આ સિવાય એક મહત્વનો પોઇન્ટ એ પણ છે કે, કોઇ પણ તરલ પદાર્થનું જામવું કે ન જામવું એ તેના ફ્રીઝિંગ પોઇન્ટ પર નિર્ભર કરે છે. એટલે કે, દરેક તરલ પદાર્થનો ફ્રીઝિંગ પોઇન્ટ અલગ-અલગ હોય છે.

દારૂનો ફ્રીઝિંગ પોઇન્ટ

જો પાણીની વાત કરીએ તો પાણીનો ફ્રીઝિંગ પોઇન્ટ ઝીરો ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે. એટલે કે, 0 ડિગ્રી તાપમાન પર પાણીમાંથી બરફ જામી જાય છે. હવે તેની સામે દારૂની વાત કરીએ તો દારૂનો ફ્રીઝિંગ પોઇન્ટ માયનસ 114 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે. 

એટલે કે જો દારૂને ફ્રીઝરમાં જમાવવો હોય તો તેના માટે માયનસ 114 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનની જરૂર પડે છે. જો કે, તેની સામે કોઇપણ ઘરેલું ફ્રીઝની ક્ષમતા માયનસ 114 ડિગ્રી હોતી નથી. 

ગુજરાતમાં દારૂ બંધી

આપણે ત્યાં એવું કોઇ ફ્રીઝ નથી કે, તે માયનસ 114 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન પેદા કરી શકે. જેના કારણે જો તમે દારૂને ફ્રીઝરમાં રાખશો તો ક્યારેય જામશે નહીં. 

સૌથી મહત્વની વાત એ પણ જણાવી દઇએ કે, આપણા ગુજરાતમાં દારૂ બંધી છે. અહીં દારૂ પીવો કે દારૂ વેચવા પર પ્રતિબંધ છે, જો આવું કરતા કોઇ જણાય તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઇ શકે છે.

Disclaimer: આ માહિતી ફક્ત જાણકારી માટે છે. ઝી 24 કલાક આવી કોઇ પ્રવૃતિ માટે પ્રોત્સાહિત નથી કરતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news