પ્રસિદ્ધ મહિલા ભવિષ્યવક્તા બાબા વેંગા પોતાની સટીક ભવિષ્યવાણીઓ માટ જાણીતા છે. તેમને બાલ્કનના નાસ્ત્રેદમસ  તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે દેશ અને દુનિયા વિશે અનેક ભવિષ્યવાણીઓ કરી હતી જેમાંથી કેટલીક સાચી પણ ઠરી. એકવાર ફરીથી બાબા વેંગાની ભવિષ્યવાણીઓ ચર્ચામાં છે. વાત જાણે એમ છે કે તેમણે વર્ષ 2025 માટે અનેક ચોંકાવનારી ભવિષ્યવાણીઓ કરેલી છે. જે લોકોને ખુબ ડરાવી રહી છે. જો કે કેટલીક રાહત આપનારી વાત પણ જણાવી છે. બાબા વેંગાની આ 2025ના વર્ષ માટે શું ભવિષ્યવાણીઓ હાલ ચર્ચામાં છે તે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એલિન્સ સાથે સંપર્ક થઈ શકે
બાબા વેંગાએ કહ્યું હતું કે વર્ષ 2025માં માણસો એલિયન્સની શોધ કરી શકે છે. તેનો અર્થ એ થયો કે વૈજ્ઞાનિકો બ્રહ્માંડમાં નવી સભ્યતાઓની ખોજ કરી શકે છે. આ માણસો માટે એક મોટી શોધ હશે. 


યુરોપમાં વિનાશ
તેમણે એવી પણ ભવિષ્યવાણી કરી હતી કે યુરોપમાં આંતરિક ઝઘડા અને રાજકીય અસ્થિરતા હશે. તેની અસર એટલી મોટી હોઈ શકે છે કે કેટલાક ભાગોમાં યુદ્ધ અને જનસંખ્યામાં ભારે કમી થઈ શકે છે. આ ગુજરાતીઓ માટે પણ ચિંતાનું કારણ બની શકે કારણ કે યુરોપના અનેક દેશોમાં મોટા પાયે ગુજરાતી સહિત ભારતીયો વસે છે. 


કુદરતી આફતો
2025માં વિનાશની શરૂઆત થઈ શકે છે. બાબા વેંગાએ કહ્યું હતું કે આ વર્ષે કુદરતી આફતો, જેમ કે  ભૂકંપ, તોફાન વગેરે માનવ સમુદાય માટે ખતરનાક સાબિત થઈ શકે છે અને આવામાં ધરતીના વિનાશની શરૂઆત થઈ શકે છે. 


કેન્સરની સારવાર
બાબા વેંગાની  આ ભવિષ્યવાણી રાહત આપનારી છે. તેમણે કહ્યું હતું કે 2025માં કેન્સર જેવી ખતરનાક બીમારીની સારવાર મળી શકે છે. વૈજ્ઞાનિકો આ બીમારીને ખતમ કરવામાં મોટી સફળતા મેળવી શકે છે. આ ભવિષ્યવાણી સાચી પડવાના એંધાણ પણ જોવા મળી રહ્યા છે કારણ કે રશિયાએ દાવો કર્યો છે કે તેણે કેન્સરની રસી બનાવી લીધી છે જે દરેક પ્રકારના કેન્સર ટ્યૂમરને રોકશે. રશિયાના દાવા મુજબ પ્રી ક્લિનિકલ ટ્રાયલમાં તે સાબિત થઈ ચૂક્યું છે કે આ રસી કેન્સર ટ્યૂમરને દબાવવામાં સફળ છે. આ રસી શરીરની ઈમ્યુન સિસ્ટમને એટલી મજબૂત બનાવે છે કે જેવા કોઈ કોશિકા કેન્સર સેલ બનવા તરફ આગળ વધે છે કે શરીરની ઈમ્યુનિટી તેને ખતમ કરી દે છે. ક્લિનિકલ ટ્રાયલ અને અપ્રુવલ બાદ તે બજારમાં આવી શકે છે. રશિયાની સરકારે કહ્યું છે કે રસી વર્ષ 2025ના શરૂઆતના મહિનાઓમાં ઉપલબ્ધ થશે. રશિયાના કેન્સર પેશન્ટ્સને તે ફ્રીમાં લગાવવામાં આવશે. જો કે એવું પણ કહેવાય છે કે હાલ આ રસી ફક્ત રશિયા માટે તૈયાર કરાઈ છે. બીજા દેશો માટે ક્યારે ઉપલબ્ધ થશે તે અંગે કઈ કહેવું મુશ્કેલ છે. 


2043માં મુસ્લિમ શાસન
બાબા વેંગાના જણાવ્યાં મુજબ વર્ષ 2043માં યુરોપમાં મુસ્લિમ શાસન આવી શકે છે. તેમના જણાવ્યાં મુજબ આ દરમિયાન દુનિયામાં મોટા પાયે ભૂ રાજનીતિક ફેરફાર જોવા મળશે. આ સિવાય તેમણે 2076 સુધીમાં દુનિયામાં કમ્યુનિસ્ટ શાસનની વાપસીની પણ ભવિષ્યવાણી કરી હતી. 


કોણ હતા બાબા વેંગા
બાબા વેંગા બલ્ગેરિયાના એક દ્રષ્ટિહીન મહિલા હતા. તેમણે 12 વર્ષની ઉંમરે આંખોની રોશની ગુમાવી હતી. ત્યારબાદ તેમણે ભવિષ્યવાણીઓ કરવાનું શરૂ કર્યું હતું. તેમનો જન્મ 1911માં થયો હતો અને 1996માં તેમનું મોત થયું હતું. 


Disclaimer
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.