Baba Vanga: ચોક્કસ ભવિષ્યવાણીઓ જણાવવા માટે જાણીતા બુલ્ગારિયાના બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડી ચૂકી છે. તેમાંથી એક વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC)પર હુમલાની હતી. વર્ષ 2023માં પણ બાબા વેંગાએ કરેલી ભવિષ્યવાણીઓ સાચી પડી હતી. હવે તેમની 2025 અને આવનારા કેટલાક વર્ષની ભવિષ્યવાણી સામે આવી છે. આ ભવિષ્યવાણી વાંચી તમારા રૂંવાડાં ઊભા થઈ જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધનીય છે કે વેંગેલિયા પાંડેવા ગુશટેરોવા, જેને બાબા વેંગાના નામથી ઓળખવામાં આવે છે, એક નેત્રહીન બુલ્ગેરિયાઈ રહસ્યવાદી હતા. તેમનું મૃત્યુ 1996માં 85 વર્ષની ઉંમરે થયું હતું. તેમના મૃત્યુબાદ પણ વિશ્વભરના લોકો તેમના દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ પ્રત્યે આકર્ષિત છે. 'બાલ્કન્સનો નોસ્ટ્રાડેમસ' કહેવાતા બાબા વેંગાએ દાવો કર્યો હતો કે તેમણે 12 વર્ષની ઉંમરે પોતાની દ્રષ્ટિ ગુમાવી દીધી હતી અને પછી તેમાં ભવિષ્યવાણી કરવાનો દ્રષ્ટિ વિકસિત થઈ હતી. 


આવનારા દાયકા માટે બાબા વેંગાની મુખ્ય ભવિષ્યવાણીઓ આ પ્રકારે છે


2025: યુરોપમાં એક મોટા સંઘર્ષને કારણે મહાદ્વીપની જનસંખ્યામાં ઉલ્લેખનીય કમી આવશે. 
2028: માનવતા ઉર્જાના નવા સ્ત્રોતને શોધવાના પ્રયાસમાં શુક્ર ગ્રહ પર પહોંચશે.
2033: ધ્રુવીય બરફ ઓગળવાથી દરિયાની સપાટીમાં નોંધપાત્ર વધારો થશે.
2076: સામ્યવાદ વૈશ્વિક સ્તરે પાછો ફરશે.
2130: બહારની દુનિયાની સંસ્કૃતિઓ સાથે સંપર્ક.
2170: વૈશ્વિક દુષ્કાળ.
3005: મંગળ પર યુદ્ધ.
3797: પૃથ્વીનો વિનાશ, જેના કારણે માનવતા સૌરમંડળની અંદર કોઈપણ અન્ય ગ્રહની મુલાકાત લઈ શકશે.
5079: વિશ્વનો અંત.


માર્કા.કોમ અનુસાર બાબા વેંગાની સૌથી મુખ્ય ભવિષ્યવાણી 11 સપ્ટેમ્બર 2001ના ન્યૂયોર્કના ટ્વિન ટાવર્સ પર હુમલો થયો હતો.